________________
૨૮૮
શરીરના નવ સ્રોત
:
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
२३ णवसोयपरिस्सवा बोंदी पण्णत्ता, तं जहा- दो सोत्ता, दो णेत्ता, दो થાળા, મુદ્દે, પોસર, પા ।
ભાવાર્થ :- શરીરમાંથી મેલ નીકળવાના નવ માર્ગ છે, તે આ પ્રમાણે– બે કાન, બે નેત્ર, બે નાક, એક મુખ, એક ઉપસ્થ(મૂત્રન્દ્રિય) અને એક અપાન(મળદ્વાર).
વિવેચન :
નોંી-શરીર. અહીં 'બોલી' શબ્દ ઔદારિક શરીર અર્થમાં પ્રયુક્ત છે કારણ કે ઔદારિક શરીરમાં જ નવ સ્રોત છે. વૈક્રિયાદિ શરીરમાંથી અશુચિ વહેતી નથી.
પુણ્ય પ્રકાર ઃ
૨૪ નવવિદે પુળે, પળત્તે, તેં નહીં- અળપુને, પાળપુષ્ણે, વત્થપુને, ભેળપુષ્ણે, સયળપુષ્ણે, મળપુષ્ણે, વપુખ્ખ, વાયવુળે, મોવારપુને ।
ભાવાર્થ :- નવ પ્રકારના પુણ્ય છે, અર્થાત્ પુણ્યોપાર્જન થાય તેવી પ્રવૃત્તિના નવ પ્રકાર છે– તે આ પ્રમાણે છે– (૧) અન્ન પુણ્ય (૨) પાન પુણ્ય (૩) વસ્ત્ર પુણ્ય (૪) લયન(ભવન) પુણ્ય (૫) શયન પુણ્ય (૬) મન પુણ્ય (૭) વચન પુણ્ય (૮) કાય પુણ્ય (૯) નમસ્કાર પુણ્ય.
વિવેચન :
નવ તત્ત્વોમાં ત્રીજું પુણ્ય તત્ત્વ છે. પ્રસ્તુત સૂત્રમાં તેના નવ પ્રકાર દર્શાવ્યા છે.
પુણ્ય શબ્દનો વ્યુત્પત્તિ અર્થ આ પ્રમાણે છે– પુત્તિ-શુભીડોતિ; પુનાતિ વા પવિત્રી વોતિ આત્માનું કૃતિ પુછ્યું । મન વચન અને કાયાના જે કાર્યો આત્માનું શુભ કરે, જે આચરણ આત્માને પવિત્ર બનાવે તે પુણ્ય કહેવાય છે.
બીજી રીતે જે આચરણથી અન્ય પ્રાણીઓને શાતા-સુખ ઉપજે તે સર્વ આચરણ પુણ્ય કહેવાય
છે. શાસ્ત્રકારે તે સર્વ કાર્યો અને વ્યવહારોને નવ ભેદમાં સમાવિષ્ટ કર્યા છે.
(૧) આહાર ઇચ્છુક પ્રાણીઓને ભોજન કે ખાદ્ય પદાર્થ આપવા તે અન્નપુણ્ય છે. મનુષ્યો માટે અન્નક્ષેત્ર આદિ ચલાવવા, દાનશાળા ખોલવી, દરરોજ પોતાની શક્તિ પ્રમાણે કૂતરા, ગાય વગેરે પશુઓને રોટલાદિ ખાદ્ય પદાર્થ ખવડાવવા, પક્ષીઓને ચણ નાંખવી ઇત્યાદિ સર્વ પ્રવૃત્તિઓ અન્નપુણ્ય છે.
(૨) તરસ્યા પ્રાણીઓને પાણી પીવડાવવું તે પાન પુણ્ય કહેવાય છે. યથા− પાણીની પરબ ચલાવવી,