________________
૨૯૨
શ્રી ઠાણાગ સૂત્ર-૨
એવા ગણધરોના નામ ઉપરથી નિશ્ચિત થયા નથી પરંતુ અન્ય કોઈ અપેક્ષાએ રાખવામાં આવ્યા હતા, તે નામો આજે ઉપલબ્ધ છે પણ નામકરણની અપેક્ષા ઉપલબ્ધ નથી. નામકરણની વિવિધ અપેક્ષાઓ હોય છે. જે વર્તમાનમાં ઉપલબ્ધ જૈનોના વિવિધ ગચ્છોના નામ ઉપરથી અનુભવ કરી શકાય છે.
નવકોટિ શુદ્ધ આહાર:|२९ समणेणं भगवया महावीरेणं समणाणं णिग्गंथाणं णवकोडिपरिसुद्धे भिक्खे पण्णत्ते, तं जहा- ण हणइ, ण हणावेइ, हणतं णाणुजाणइ, ण पयइ, ण पयावेइ. पयंत णाणजाणइ.ण किणइ, ण किणावेइ, किणंत णाणुजाणइ ।
ભાવાર્થ:- શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથો માટે નવ કોટિ શુદ્ધ ભિક્ષાનું નિરૂપણ કર્યું છે, તે આ પ્રમાણે છે– (૧) આહારાદિ માટે સ્વયં જીવોની ઘાત કરે નહીં (૨) ઘાત કરાવે નહીં (૩) ઘાત કરનારની અનુમોદના કરે નહીં (૪) આહારાદિ સ્વયં રાંધે નહીં (૫) બીજા પાસે રંધાવે નહીં (૬) રાંધતા હોય તેની અનુમોદના કરે નહીં (૭) આહારાદિ સ્વયં ખરીદે નહીં, (૮) બીજા પાસેથી ખરીદીને મંગાવે નહીં (૯) ખરીદીને લાવેલા આહારાદિને ગ્રહણ કરે નહીં, તેની અનુમોદના કરે નહીં.
વિવેચન :
અહિંસા મહાવ્રતનું નવકોટિથી સંપૂર્ણ રીતે પાલન કરવા માટે શ્રમણોને નવકોટિ વિશુદ્ધ આહાર ગ્રહણ કરવાનો હોય છે. આહારાદિ તૈયાર કરવામાં કે ખરીદવામાં હિંસા આદિ દોષ થાય છે. તેથી તે સાધુને માટે અગ્રાહ્ય છે.
ઈશાનકલ્પના નવ સંખ્યક સ્થાન :३० ईसाणस्स णं देविंदस्स देवरण्णो वरुणस्स महारण्णो णव अग्गमहिसीओ पण्णत्ताओ। ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ ઈશાનના લોકપાલ મહારાજા વરુણની નવ અગ્રમહિષીઓ છે. ३१ ईसाणस्स णं देविंदस्स देवरण्णो अग्गमहिसीणं णव पलिओवमाई ठिई
પણol |
ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ ઈશાનની અગ્રમહિષીઓની સ્થિતિ નવ પલ્યોપમની છે. ३२ ईसाणे कप्पे उक्कोसेणं देवीणं णव पलिओवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ :- ઈશાન દેવલોકની દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ પલ્યોપમની છે.