________________
સ્થાન-૯
[ ૨૮૫ |
वेरूलियमणिकवाडा, कणगमया विविहरयणपडिपुण्णा । ससिसूरचक्कलक्खण, अणुसमवयणोववत्ती य ॥१२॥ पलिओवमट्ठिईया, णिहि-सरिसणामा य तत्थ खलु देवा । जेसि ते आवासा, अक्किज्जा आहिवच्चा य ॥१३॥ एए णवाणिहिरयणा, पभूय-धणरयण-संचयसमिद्धा ।
जे वसमुपगच्छति, भरहाहिवचक्कवट्टीणं ॥१४॥ ભાવાર્થ:- એક-એક ચાતુરંત ચક્રવર્તી રાજાની નવ-નવ મહાનિધિ છે, તે આ પ્રમાણે છે– (૧) નૈસર્પનિધિ (૨) પાંડુક નિધિ (૩) પિંગલક નિધિ (૪) સર્વરત્ન નિધિ (૫) મહાપાનિધિ (૬) કાલનિધિ (૭) મહાકાલનિધિ (૮) માણવકનિધિ (૯) શંખનિધિ. તે નિધિઓ પોતપોતાનાં નામના દેવોથી અધિષ્ઠિત હોય છે. ll૧ll.
નૈસર્ષનિધિ– ગામ, ખાણ, નગર, પતન, દ્રોણમુખ, મંડબ, છાવણી, દુકાન, ઘર વગેરેની સમગ્ર રચના વિધિ અર્થાત્ વાસ્તુશાસ્ત્ર સંબંધી સર્વવિધિનું જ્ઞાન આ નિધિ દ્વારા પ્રાપ્ત થાય છે અને તત્સંબંધી કેટલીક સામગ્રીઓનો સંગ્રહ પણ તેમાં હોય છે. રા.
પાંડુકનિધિ– ગણના, માપ, તોલ વગેરેની વિધિ તથા ગણી શકાય તેવા નાળિયેરાદિ, માપી શકાય તેવા ધાન્યાદિ અને તોળી શકાય તેવા ગોળ-સાકરાદિ પદાર્થોની ઉત્પાદનવિધિ વગેરેનું જ્ઞાન, આ નિધિ દ્વારા પ્રાપ્ત થાય છે. તેમજ માપ, તોલાદિ યોગ્ય ધાન્ય, બીજ વગેરે પદાર્થોનો સંગ્રહ, સંરક્ષણ પણ આ નિધિમાં હોય છે. llll.
પિંગલનિધિ- સ્ત્રીના, પુરુષના અને હાથી, ઘોડા વગેરે પશુઓના આભૂષણો બનાવવાની અને તેનો ઉપયોગ કરવાની વિધિનું જ્ઞાન આ નિધિ દ્વારા પ્રાપ્ત થાય છે અને તે આભૂષણોનો સંગ્રહ પણ આ નિધિમાં હોય છે. જો
સર્વરન નિધિ- સાત એકેન્દ્રિય રત્ન અને સાત પંચેન્દ્રિય રત્ન; ચક્રવર્તીના આ ૧૪ શ્રેષ્ઠ રત્નો અને અન્ય અનેક રત્નોની ઉત્પત્તિ, નિષ્પત્તિ તથા તેના ઉપયોગ સંબંધી જાણકારી અને સંગ્રહ આ નિધિમાં હોય છે. આ નિધિ સર્વ રત્નના ભંડાર રૂપ છે. પણ
મહાપાનિધિ- સર્વ પ્રકારના વસ્ત્રોની ઉત્પત્તિ, તેની ડીઝાઈન, રંગવા, ધોવા વગેરે વિધિનું જ્ઞાન આ નિધિ દ્વારા થાય છે. તેમજ તત્સંબંધી કેટલીય સાધન સામગ્રી પણ આ નિધિમાં હોય છે. llll
કાલનિધિ– ત્રણે કાળનું જ્ઞાન, જ્યોતિષજ્ઞાન, પૂર્વભવોનું જ્ઞાન; તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ આ ત્રણેના વંશની ઉત્પત્તિનું જ્ઞાન તથા ૧૦૦ શિલ્પનું જ્ઞાન અને કૃષિ કર્મ આદિ કર્મોનું જ્ઞાન, આ નિધિ દ્વારા થાય છે. તેમજ આ નિધિમાં તત્સંબંધી વિવિધ સાધનો, ચિત્રો પણ હોય છે. Ilal