________________
૨૮s
શ્રી ઠાણાગ સૂત્ર-૨
મહાકાલનિધિ- લોઢું, રૂપું, સોનું, મણિ, મોતી, સ્ફટિક, પ્રવાલ વગેરેની ઉત્પત્તિ અને તેની ખાણો સંબંધી જ્ઞાન આ નિધિ દ્વારા પ્રાપ્ત થાય છે અને તે પદાર્થોનો સંગ્રહ પણ આ નિધિમાં હોય છે. ll
માણવક નિધિ- યોદ્ધાઓ, તેના કવચ, શસ્ત્રો; ચક્રભૂતાદિ યુદ્ધનીતિ; સામ, દામ આદિ ચાર પ્રકારની દંડનીતિ સંબંધી વિવિધ પ્રકારનું જ્ઞાન, આ નિધિ દ્વારા પ્રાપ્ત થાય છે તથા તત્સંબંધી કેટલોય સંગ્રહ આ નિધિમાં હોય છે. llી.
શંખ નિધિ– નટ વિધિ, નાટ્ય-અભિનય વિધિ, કાવ્ય વિધિ, ધર્માદિ ચાર પ્રકારના પુરુષાર્થ અથવા સંસ્કૃતાદિ ચાર પ્રકારની ભાષા નિબદ્ધ કાવ્ય વિધિનું જ્ઞાન તથા વાદ્યોનું જ્ઞાન આ નિધિ દ્વારા પ્રાપ્ત થાય છે અને તત્સંબંધી વિવિધ સામગ્રી, ચિત્રો વગેરે પણ આ નિધિમાં હોય છે. ll૧૦.
આ સર્વ નિધિઓનો આકાર મંજૂષા-પટારા જેવો હોય છે. તે પ્રત્યેક નિધિને આઠ-આઠ પૈડાં હોય છે. તેની ઊંચાઈ આઠ યોજન, પહોળાઈ નવ યોજન અને લંબાઈ બાર યોજન હોય છે. તે નિધિઓ ગંગામુખ સ્થાને અર્થાત્ ગંગાનદીના સમુદ્ર પ્રવેશ સ્થાને હોય છે. ૧૧.
આ નિધિઓના કમાડ વૈર્યમણિ જડિત સુવર્ણમય, અનેક રત્નોથી પરિપૂર્ણ ચંદ્ર, સૂર્ય તથા ચક્રના ચિહ્નથી યુક્ત તેમજ સમ(અવિષમ) રચનાવાળા હોય છે. ll૧રા.
નિધિના નામની સમાન નામવાળા દેવો તેના અધિપતિ દેવ છે. તે દેવોની એક પલ્યોપમની સ્થિતિ છે. તે નિધિઓ જ તે દેવના આવાસ રૂપ છે અર્થાત તે દેવો તેમાં જ વસે છે. તે નિધિઓ દેવાધિષ્ઠત હોવાથી કોઈ તેને ખરીદી શકતું નથી. II૧all
આ નવ નિધિઓ ઘણા ધન, રત્નના સંચયથી સમૃદ્ધિવંત હોય છે. તે ભરતાધિપતિ ભરત વગેરે ચક્રવર્તીઓને વશવર્તી થઈ જાય છે. ll૧૪ll
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નવનિધિઓનો ઉલ્લેખ છે.
નવનિધિનું સ્થાન - ગંગામુખ-ગંગાનદી પૂર્વદિશામાં જ્યાં સમુદ્રને મળે છે, ત્યાં ગંગાનદીના દક્ષિણી કિનારે નવનિધિ રહે છે. તે નવનિધિ દેવ અધિષ્ઠિત છે. તેના અધિષ્ઠાયક દેવોના આવાસ તે નિધિમાં જ હોય છે.
નવનિધિનું સ્વરૂપ – નિધિના સ્વરૂપ વિષયક બે પ્રકારના અર્થ ઉપલબ્ધ છે. (૧) નિધિઓ દિવ્ય કલ્પ ગ્રંથ રૂપે છે અને (૨) નિધિઓ તે તે વસ્તુના સંગ્રહ રૂપ છે. તે બંને અર્થ અવિરોધિ અને સ્વીકાર કરવા યોગ્ય છે. બંનેના સુમેળથી નિધિઓનું સર્વાગીણ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. તે સંબંધી સર્વ વિષય ભાવાર્થગાથાર્થમાં સ્પષ્ટ છે.