________________
સ્થાન - ૯
૨૮૧ ]
દર્શનાવરણીયકર્મના ભેદ - १३ णवविहे दरिसणावरणिज्जे कम्मे पण्णत्ते, तं जहा-णिद्दा, णिवाणिद्दा, पयला, पयला-पयला, थीणगिद्धी, चक्खुदंसणावरणे, अचक्खुदंसणावरणे, ओहि- दसणावरणे, केवलदसणावरणे ।
ભાવાર્થ :- દર્શનાવરણીય કર્મના નવ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નિદ્રા- હળવી નિદ્રાથી સૂવું, જેને સુખપૂર્વક જગાડી શકાય, સુખે ઊંઘે સુખે જાગે. (૨) નિદ્રા નિદ્રા- ગાઢ નિદ્રાથી સૂવું, જેને મુશ્કેલીથી ઉઠાડી શકાય. (૩) પ્રચલા- ઊભા ઊભા અથવા બેઠા બેઠા નિદ્રા લેવી. (૪) પ્રચલા પ્રચલા- ચાલતાંચાલતાં નિદ્રા લેવી.
(૫) યાનદ્ધિ(થાણદ્વી) નિદ્રા- એક પ્રકારની ઘોર નિદ્રા. તેને ત્યાનગૃદ્ધિ પણ કહેવાય છે. દિવસે વિચારેલા કાર્યો રાત્રે ઘોર નિદ્રામાં કરે. આ નિદ્રામાં ઉત્કૃષ્ટપણે અર્ધ વાસુદેવ જેટલું બળ આવે છે અને અપ્રશસ્ત વિચારો આવે છે.
(૬) ચક્ષુદર્શનાવરણ– ચક્ષની પ્રાપ્તિમાં અને તેનાથી થતાં બોધમાં બાધક થનારું કર્મ. (૭) ચક્ષુદર્શનાવરણ- ચક્ષુ સિવાય શેષ ઇન્દ્રિયની પ્રાપ્તિમાં અને તેનાથી થતા બોધમાં બાધક થનારું કર્મ. (૮) અવધિદર્શનાવરણ- અવધિ દર્શનની પ્રાપ્તિમાં બાધક થનારું કર્મ. (૯) કેવલદર્શનાવરણ- કેવલદર્શનની પ્રાપ્તિમાં બાધક થનારું કર્મ.
જ્યોતિષી દેવો વિષયક નિરૂપણ:१४ अभिई णं णक्खत्ते साइरेगे णवमुहुत्ते देण सद्धिं जोगं जोएइ । ભાવાર્થ:- અભિજિત નક્ષત્ર સાધિક નવ મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે. |१५ अभिइआइया णं णव णक्खत्ता णं चंदस्स उत्तरेणं जोगं जोएंति, तं जहा- अभिई, सवणो धणिट्ठा, सयभिसया, पुव्वाभद्दवया, उत्तराभद्दवया, જેવ, ળિ , મરળા . ભાવાર્થ - અભિજિત આદિ નવ નક્ષત્ર ચંદ્ર સાથે ઉત્તરદિશાથી યોગ કરે છે, તે આ પ્રમાણે છે- (૧) અભિજિત, (૨) શ્રવણ, (૩) ધનિષ્ઠા, (૪) શતભિષક, (૫) પૂર્વભાદ્રપદા, (૬) ઉત્તરભાદ્રપદા, (૭) રેવતી, (૮) અશ્વિની, (૯) ભરણી. १६ इमीसे णं रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ णव