________________
| ૨૮૦ |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
ભાવાર્થ :- જીવે સંસારમાં નવ સ્થાને પરિભ્રમણ કર્યું હતું, કરે છે અને કરશે, તે આ પ્રમાણે છે– પૃથ્વીકાય રૂપે વાવત્ પંચેન્દ્રિયરૂપે. વિવેચન :
દળ :- જીવ જેમાં અવગાહિત થાય અર્થાતુ જેમાં રહે તે શરીર, તેની અવગાહના કહેવાય છે. સંસારી સર્વ જીવોના શરીરના નવ પ્રકાર છે. શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે. રોગોત્પત્તિના કારણો - |१२ णवहिं ठाणेहिं रोगुप्पत्ती सिया, तं जहा- अच्चासणयाए, अहियासणयाए, अइणिदाए अइजागरिएणं, उच्चा-णिरोहेणं, पासवण-णिरोहेणं, अद्धाण-गमणेणं, भोयण-पडिकूलयाए, इंदियत्थ-विकोवणयाए । ભાવાર્થ - નવ સ્થાનથી રોગની ઉત્પત્તિ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) વધુ ભોજન કરવાથી (૨) એક આસને લાંબો સમય બેસવાથી (૩) વધારે સૂવાથી (૪) વધારે જાગવાથી (૫) મળની(વડીનીતની) બાધા રોકવાથી (૬) પેશાબની બાધા રોકવાથી (૭) વધુ ચાલવાથી (૮) ભોજનની પ્રતિકૂળતાથી (૯) ઇન્દ્રિયવિષયોનું અતિસેવન કરવાથી અર્થાત્ અતિશ્રમ, અતિપ્રેક્ષણ, અતિ કામસેવન વગેરે કારણો સર્વ રોગોત્પત્તિ સર્જક છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે રોગોત્પત્તિના નવ કારણોનું દિગ્દર્શન કરીને નિરોગી રહેવા માટે હિતશિક્ષા આપી છે.
આહાર, નિહાર, વિહાર આદિદૈનિક પ્રવૃત્તિની અનિયમિતતા તેમજ ઇન્દ્રિયવિષયોનું અતિમાત્રામાં સેવન કરવું વગેરે રોગોની ઉત્પત્તિના મુખ્ય કારણો છે. નિરોગી રહેવા માટે તે કારણોનો ત્યાગ કરવો જરૂરી છે.
સંક્ષેપમાં- સાધકે નિરોગી રહેવા માટે આહાર, પાણીમાં નિયમિતતા અને સંયમ રાખવો; બેસવાની, સૂવાની, ચાલવાની આદિ શારીરિક પ્રવૃત્તિઓ વિવેકપૂર્વક કરવી; મળ-મૂત્ર આદિ કુદરતી હાજતોને રોકવી નહીં; પાંચ ઇન્દ્રિયોના વિષયોમાંથી કોઈપણ વિષયમાં અંધ થવું નહીં.
આ પ્રકારના વિવેકથી વ્યક્તિ રોગોથી દૂર રહી શકે છે. સૂત્રોક્ત નવ કારણોમાંથી આઠ કારણો શારીરિક રોગજનક છે અને નવમું કારણ ઇન્દ્રિયવિષયોનું અતિસેવન પ્રાયઃ માનસિક વિકૃતિને ઉત્પન્ન કરે છે.
વૃત્તિકારે બતાવ્યું છે કે વધુ બેસવાથી કે કઠોર આસને બેસવાથી મસાનો રોગ થાય છે. વધુ ખાવાથી કે વારંવાર ખાવાથી અજીર્ણ અને પેટના વિવિધ રોગો થાય છે. માટે જીવનોપયોગી પ્રવૃત્તિઓમાં દરેક રીતે વિવેક રાખવાથી માનવ નીરોગી અને સુખી રહી શકે છે.