________________
સ્થાન -૯ ,
| ૨૭૯ |
से चेव णं से पुढविकाइए पुढविकायत्तं विप्पजहमाणे पुढविकाइयत्ताए वा जाव पंचिंदियत्ताए वा गच्छेज्जा । एवमाउकाइयावि जाव पंचिंदियत्ति । ભાવાર્થ – પૃથ્વીકાયિક જીવની નવ ગતિ અને નવ આગતિ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારા પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયિક યાવત્ પંચેન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
તે જ પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયિકપણાને છોડીને પૃથ્વીકાયમાં યાવત્ પંચેન્દ્રિય પર્યંતના નવ સ્થાનમાં ઉત્પન્ન થાય છે.
તે જ રીતે અપ્લાયથી લઈને પંચેન્દ્રિય સુધીના સર્વજીવની નવ ગતિ અને નવ આગતિ કહી છે. સર્વ જીવોના પ્રકાર, અવગાહનાદિ - | ९ | णवविहा सव्वजीवा पण्णत्ता, तं जहा- एगिदिया, बेइंदिया, तेइंदिया, વર્જિવિયા, રથ, પર્વિયિતિરિ ગોળિયા, મyયા, દેવા, સિT I
अहवा णवविहा सव्वजीवा पण्णत्ता, तं जहा- पढमसमयणेरइया, अपढम- समयणेरइया, पढमसमयतिरिया, अपढमसमयतिरिया, पढमसमयमणुया, अपढम-समयमणुया, पढमसमयदेवा, अपढमसमयदेवा, सिद्धा । ભાવાર્થ – સર્વ જીવોના નવ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) એકેન્દ્રિય, (૨) બેઇન્દ્રિય, (૩) તેઇન્દ્રિય, (૪) ચૌરેન્દ્રિય, (૫) નારક, (૬) તિર્યંચ પંચેન્દ્રિય, (૭) મનુષ્ય, (૮) દેવ, (૯) સિદ્ધ.
અથવા સર્વ જીવોના નવ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રથમ સમયવર્તી નારક(નરકાયુ ઉદયના પ્રથમ સમયવાળા નારકીઓ) (૨) અપ્રથમ સમયવર્તી નારક(નરકાયુ ઉદયના પ્રથમ સમય પછીના સમયવાળા નારકીઓ) (૩) પ્રથમ સમયવર્તી તિર્યંચ (૪) અપ્રથમ સમયવર્તી તિર્યંચ (૫) પ્રથમ સમયવર્તી મનુષ્ય (૬) અપ્રથમ સમયવર્તી મનુષ્ય (૭) પ્રથમ સમયવર્તી દેવ (૮) અપ્રથમ સમયવર્તી દેવ (૯) સિદ્ધ. १० णवविहा सव्वजीवोगाहणा पण्णत्ता, तं जहा- पुढविकाइय-ओगाहणा आउकाइय-ओगाहणा जाव पचिदिय-ओगाहणा। ભાવાર્થઃ- સર્વ જીવોની અવગાહના નવ પ્રકારની છે, તે આ પ્રમાણે છે–પૃથ્વીકાય જીવોની અવગાહના, અપૂકાય જીવોની અવગાહના યાવત્ પંચેન્દ્રિય જીવોની અવગાહના. ११ जीवा णं णवहिं ठाणेहिं संसारं वत्तिंसु वा वत्तंति वा वत्तिस्संति वा, तं जहा- पुढविकाइयत्ताए जाव पंचिंदियत्ताए ।