________________
૨૭૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
સુમતિનાથ ઉત્પન્ન થયા. અર્થાત્ ચોથા તીર્થકર અભિનંદન સ્વામીનું શાસન નવ લાખ ક્રોડ સાગરોપમ સુધી ચાલ્યું. નવ તત્વ :
६ णव सब्भावपयत्था पण्णत्ता, तं जहा- जीवा, अजीवा, पुण्णं, पावं, આવો, સંવરો, , વંથો, મોલ્લો ! ભાવાર્થ :- સદ્ભાવરૂપ પારમાર્થિક પદાર્થ નવ છે, તે આ પ્રમાણે છે– (૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (8) પાપ (૫) આશ્રવ (૬) સંવર (૭) નિર્જરા (૮) બંધ (૯) મોક્ષ.
વિવેચન :
પદાર્થ એટલે વસ્તુ. જૈનદર્શનમાં તે નવ તત્ત્વના નામે પ્રસિદ્ધ છે. સ્થાનાંગ સૂત્રના પ્રથમ સ્થાનમાં એક એક બોલ દ્વારા નવે ય તત્ત્વનું કથન છે. જ્ઞાન અને ઉપયોગથી યુક્ત હોય, સુખ-દુઃખને જાણે તે જીવ છે. જડ લક્ષણવાળું અજીવ તત્ત્વ છે. અન્યને સુખી કરવાની ભાવના અને તદનુરૂપ આચરણ તે પુણ્ય છે. પુણ્ય શુભ ફળદાયી હોય છે અને તેના અન્નપુણ્ય આદિ નવ પ્રકાર છે. અન્યને દુઃખ પીડા પહોંચાડવાની ભાવના અને તદનુરૂપ આચરણ તે પાપ છે. પાપ અશુભ ફળદાયી હોય છે અને તેના હિંસાદિ અઢાર પ્રકાર છે. કર્મોનું આવવું તે આશ્રવ તત્ત્વ છે. આવતા કર્મને અટકાવવા તે સંવર છે. એકદેશથી કર્મનો ક્ષય થવો, તે નિર્જરા તત્ત્વ છે. કર્મપુદ્ગલ અને આત્મપ્રદેશોનું એકમેક થવું તે બંધ તત્ત્વ છે. સંપૂર્ણ કર્મોનો ક્ષય થવો તે મોક્ષ તત્વ કહેવાય છે.
સંસારી જીવ અને તેની ગતિ આગતિ:
७ णवविहा संसारसमावण्णगा जीवा पण्णत्ता, तं जहा- पुढविकाइया, आउकाइया, तेउकाइया, वाउकाइया, वणस्सइकाइया, बेइंदिया, तेइंदिया, चरिंदिया, पंचिंदिया। ભાવાર્થ- સંસાર સમાપન્નક જીવના નવ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) પૃથ્વીકાયિક, (૨) અષ્કાયિક, (૩) તેઉકાયિક, (૪) વાયુકાયિક, (૫) વનસ્પતિકાયિક, (૬) બેઇન્દ્રિય, (૭) તે ઇન્દ્રિય, (૮) ચૌરેન્દ્રિય, (૯) પંચેન્દ્રિય.
८ पुढविकाइया णवगइया णवआगइया पण्णत्ता, तं जहा- पुढविकाइया पुढविकाइएसु उववज्जमाणे पुढविकाइएहिंतो वा जाव पंचिंदिएहिंतो वा ૩વવા |