________________
સ્થાન - ૯
૨૭૭
(૮) બ્રહ્મચારીએ મનોજ્ઞ શબ્દ, રૂપ અને કીર્તિ-પ્રશંસાનું અનુસરણ કરવું નહીં અર્થાત્ અભિલાષા કરવી નહીં તેમજ સ્ત્રી આદિના રૂપને આસક્તિપૂર્વક કે વારંવાર જોવા નહીં. (૯) બ્રહ્મચારીએ શાતાવેદનીય જનિત સુખમાં આસક્ત થવું નહીં અતિ સુખશીલ બનવું નહીં. | ४ णव बंभचेर-अगुत्तीओ पण्णत्ताओ, तं जहा- णो विवित्ताइ सयणासणाई सेवित्ता भवइ; इत्थीसंसत्ताइ पसुसंसत्ताई पंडगसंसत्ताइ सयणासणाई सेवित्ता भवइ। इत्थीणं कह कहेत्ता भवइ । इत्थिठाणाइ सेवित्ता भवइ । इत्थीणं इदियाई मणोहराई मणोरमाइं आलोइत्ता णिज्झाइत्ता भवइ । पणीयरसभोई भवइ । पाणभोयणस्स अइमायं आहारए सया भवइ । पुव्वरयं पुव्वकीलियं सरित्ता भवइ । सद्दाणुवाई रूवाणुवाई सिलोगाणुवाई भवइ । सायासोक्खपडिबद्धे यावि भवइ । ભાવાર્થ:- બ્રહ્મચર્યની નવ અગુપ્તિ અથવા વિરાધના કહી છે, તે આ પ્રમાણે છે– (૧) બ્રહ્મચારી પુરુષ વિવિક્ત(એકાંત)સ્થાનમાં શયન, આસન ન કરે પરંતુ સ્ત્રી, પશુ, નપુંસક સહિત સ્થાનમાં રહે (૨) બ્રહ્મચારી પુરુષ સ્ત્રીઓની વિકથા ભરેલી વાતો કરે કે માત્ર સ્ત્રીઓને કથા કહે (૩) બ્રહ્મચારી પુરુષ સ્ત્રીના બેસવાના સ્થાનોનું સેવન કરે અર્થાત્ અંતર્મુહૂર્ત વ્યતીત થયા પૂર્વે સ્ત્રીના આસન પર બેસે તેમજ સ્ત્રી સાથે એક આસને બેસે. (૪) બ્રહ્મચારી પુરુષ સ્ત્રીની મનોહર, મનોરમ્ય ઇન્દ્રિયોને જુએ અને તેનું ચિંતન કરે (૫) બ્રહ્મચારી પુરુષ નિત્ય પ્રણીત રસવાળો આહાર કરે (૬) બ્રહ્મચારી પુરુષ સદા અધિક માત્રામાં આહાર કરે (૭) બ્રહ્મચારી પુરુષ પૂર્વે ભોગવેલા ભોગનું સ્મરણ કરે (૮) બ્રહ્મચારી પુરુષ મનોજ્ઞ શબ્દ, રૂપ અને કીર્તિ-પ્રશંસાનું અનુસરણ કરે, તેની અભિલાષા રાખે તેમજ તેમાં આસક્ત બને (૯) બ્રહ્મચારી પુરુષ શાતાવેદનીયજનિત ઇન્દ્રિય સુખમાં આસક્ત થાય, સુખશીલ બને. આ રીતે આચરણ કરનારનું બહ્મચર્ય દૂષિત થાય છે પરંતુ સુરક્ષિત રહેતું નથી.
વિવેચન :
બ્રહ્મચર્યની સુરક્ષા માટે આ નવ ગુપ્તિ ખેતરની વાડ સમાન છે. બ્રહ્મચારી પુરુષે જેમ સ્ત્રી આદિની વાતો ન કરવી, તેમ બ્રહ્મચારી સ્ત્રીએ પુરુષની કથાવાર્તા ન કરવી. પુરુષો જે સ્થાનમાં રહેતા હોય તે સ્થાનમાં ન રહેવું, તેમ સર્વત્ર સમજવું. સૂત્રોક્ત નવ વાડનું પાલન ન કરે તો બ્રહ્મચર્યની વિરાધના થાય છે અને યથાર્થ પાલન કરે તો બ્રહ્મચર્યની સુંદર અને સફળ આરાધના થાય છે.
ચોથા-પાંચમા તીર્થકર વચ્ચેનું અંતર :| ५ अभिणंदणाओणं अरहओ सुमई अरहा णवहिं सागरोवमकोडीसयसहस्सेहिं वीइक्कतेहिं समुप्पण्णे । ભાવાર્થ :- તીર્થકર અભિનંદન સ્વામી પછી નવ લાખ ક્રોડ સાગરોપમ વ્યતીત થયા પછી અહંતુ