________________
| ૨૭૬]
શ્રી ઠાણાગ સત્ર-૨
ભાવાર્થ :- આચારાંગ સૂત્રના બ્રહ્મચર્ય નામક પ્રથમ શ્રુતસ્કંધના નવ અધ્યયન છે, તેના નામ આ પ્રમાણે છે– (૧) શસ્ત્રપરિજ્ઞા, (૨) લોકવિજય, (૩) શીતોષ્ણીય, (૪) સમ્યકત્વ, (૫) આવંતી-લોકસાર, (૬) ધૂત, (૭) વિમોહ, () ઉપધાન શ્રુત, (૯) મહાપરિજ્ઞા.
વિવેચન :
શ્રી આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધનું નામ “બ્રહ્મચર્ય” છે. “બ્રહ્મચર્ય” સંયમનો પર્યાયવાચી શબ્દ છે, બ્રહ્મચર્ય સંયમી જીવનનો પ્રાણ છે. આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના નવે ય અધ્યયનના ભાવો સંયમ ભાવને પરિપુષ્ટ કરે છે. તેથી નવ અધ્યયનાત્મક પ્રથમ શ્રુતસ્કંધ વવકવેરા નામથી પ્રસિદ્ધ છે. શ્રી નિશીથ સૂત્ર ઉદ્દેશક-૧૯માં પ્રાયશ્ચિત્ત વિધાનના પ્રસંગે નવ અધ્યયનાત્મક પ્રથમ શ્રુતસ્કંધ માટે નવમવેરા શબ્દ પ્રયોગ થયો છે.
મહાપરિઘ :- મહાપરિજ્ઞા. આ અધ્યયન વર્તમાનમાં અનુપલબ્ધ છે અર્થાત્ તેનો વિચ્છેદ થયો છે. વર્તમાને ઉપલબ્ધ આચારાંગ સૂત્રમાં “મહાપરિજ્ઞા” નામનું અધ્યયન વિચ્છેદ થયેલા સાતમા અધ્યયન રૂપે પ્રસિદ્ધ છે, તેમ છતાં પ્રસ્તુત પ્રસંગમાં કોઈપણ અજ્ઞાત કારણે તેમાં ક્રમભેદ જણાય છે.
બ્રહ્મચર્યની વાડ - | ३ णव बंभचेरगुत्तीओ पण्णत्ताओ, तं जहा- विवित्ताई सयणासणाई सेवित्ता भवइ; णो इत्थिसंसत्ताई णो पसुसंसत्ताई णो पंडगसंसत्ताई सयणासणाई सेवित्ता भवइ । णो इत्थीणं कहं कहेत्ता भवइ । णो इत्थिठाणाई सेवित्ता भवइ । णो इत्थीणं इंदियाइं मणोहराई मणोरमाइं आलोइत्ता णिज्झाइत्ता भवइ । णो पणीयरसभोई भवइ । णो पाणभोयणस्स अइमायं आहारए सया भवइ । णो पुव्वरयं पुव्वकीलियं सरेत्ता भवइ । णो सद्दाणुवाई णो रूवाणुवाइ णो सिलोगाणुवाइ भवइ । णो सायासोक्खपडिबद्धे यावि भवइ । ભાવાર્થ :- બ્રહ્મચર્યની નવ ગુપ્તિ(વાડ) કહી છે, તે આ પ્રમાણે છે– (૧) બ્રહ્મચારીએ સ્ત્રી, પશુ, નપુંસક રહિત સ્થાનમાં શયન, આસન કરવું પરંતુ સ્ત્રી, પશુ, નપુંસક આદિ રહેતા હોય તેવા સ્થાનમાં રહેવું નહીં. (૨) બ્રહ્મચારીએ વિષય બુદ્ધિથી સ્ત્રી સંબંધી કથા-વાર્તા કરવી નહીં અથવા એકલી સ્ત્રીઓ હોય, તો તેની સાથે કથા-વાર્તા(પ્રવચનાદિ) કરવા નહીં. (૩) બ્રહ્મચારીએ સ્ત્રીના આસન ઉપર અંતર્મુહૂર્ત વ્યતીત થયા પહેલાં બેસવું નહીં. (૪) બ્રહ્મચારીએ સ્ત્રીના મનોહર; મનોરમ અંગોપાંગ નીરખવા નહીં. એકાગ્રતાપૂર્વક તેનું ચિંતન કરવું નહીં. (૫) બ્રહ્મચારીએ ઘી-તેલ આદિથી યુક્ત અતિ પ્રણીત આહાર કરવો નહીં. અર્થાત્ વિનય, મહાવિગયરૂપ અતિપૌષ્ટિક વિકારવર્ધક આહાર કરવો નહીં. (૬) બ્રહ્મચારીએ અધિક માત્રામાં આહાર પાણી કરવા નહીં. (૭) બ્રહ્મચારીએ પૂર્વે ભોગવેલા કામભોગ સંભારવા નહીં.