________________
સ્થાન-૯
૨૭૫
સ્થાન-૯
ગચ્છથી અલગ કરવાના કારણો:| १ णवहिं ठाणेहिं समणे णिग्गंथे संभोइयं विसंभोइयं करेमाणे णाइक्कमइ, तं जहा- आयरियपडिणीयं, उवज्झायपडिणीयं, थेरपडिणीयं, कुलपडिणीयं, गणपडिणीयं, संघपडिणीयं, णाणपडिणीयं, सणपडिणीयं, चरित्तपडिणीयं । ભાવાર્થ - શ્રમણ નિગ્રંથ નવ કારણે ગચ્છગત સાધુને ગચ્છથી અલગ કરે તો તે તીર્થકરની આજ્ઞાનું અતિક્રમણ કરતા નથી, તે આ પ્રમાણે છે– (૧) આચાર્ય પ્રત્યે પ્રતિકૂળ આચરણ કરનારા (૨) ઉપાધ્યાય પ્રત્યે પ્રતિકૂળ આચરણ કરનારા (૩) સ્થવિર પ્રત્યે પ્રતિકૂળ આચરણ કરનારા (૪) કુળ પ્રત્યે(એક ગુરુ પરંપરા) પ્રતિકૂળ વર્તન કરનારા (૫) ગણ(ગચ્છ-સમુદાય)પ્રત્યે પ્રતિકૂળ આચરણ કરનારા (૬) ચતુર્વિધ સંઘ પ્રત્યે પ્રતિકૂળ આચરણ કરનારા(૭) સમ્યજ્ઞાન પ્રત્યે પ્રતિકૂળ આચરણ કરનારા (૮) સમ્યગ્દર્શન પ્રત્યે પ્રતિકૂળ આચરણ કરનારા (૯) સમ્યક્ ચારિત્ર પ્રત્યે પ્રતિકૂળ આચરણ કરનારા. વિવેચન :
સ્થાન-૫, ઉદ્દે -૧, સુત્ર-૩૬માં ગચ્છગત સાધુને નિષ્કાસિત કરવાના પાંચ કારણોનો નિર્દેશ છે અને અહીં નવ કારણોનું કથન છે. જે ભાવાર્થથી સ્પષ્ટ છે.
પૂર્વોક્ત પાંચ કારણો અને અહીં કહેલા નવ કારણોમાં ભિન્નતા છે. પૂર્વના પાંચ કારણોમાં સંયમ વિપરીત આચરણ તેમજ તેની આલોચના ન કરવા આદિને કારણરૂપ કહ્યા છે. આ સૂત્રગત નવ કારણોમાં સંયમ પ્રતિ, સંઘ પ્રતિ અને ગુરુ-વડીલ પ્રતિ વિરોધીપણું–વિરુદ્ધ ભાવ અને વિપરીત આચરણને કારણ રૂપ કહ્યા છે.
કોઈ સાધુ આચાર્યાદિની આજ્ઞા વિરુદ્ધ તેમજ સમ્યગુદર્શન, જ્ઞાન કે ચારિત્રથી વિપરીત આચરણ કરે તો તે સાધુને ગચ્છમાંથી બહાર કાઢી શકાય છે. આચારાંગ સૂત્રના નવ અધ્યયન :| २ णव बंभचेरा पण्णत्ता, तं जहा- सत्थपरिण्णा, लोगविजओ, सीओसणिज्जं, सम्मत्तं, आवंती, धूयं, विमोहो, उवहाणसुयं, महापरिण्णा ।