________________
૨૭૪
શ્રી ઠાણાગ સુત્ર-૨
નવમું સ્થાન જે પરિચય
જે
પ્રસ્તુત સ્થાન નવસંખ્યાથી સંબંધિત છે. ઉદ્દેશક રહિત આ સ્થાનનું પ્રથમ સૂત્ર ભગવાન મહાવીરના સમયની ગણ વ્યવસ્થા અને ગણની અખંડતાના કારણભૂત અમાત્સર્ય ભાવનું નિરૂપણ કરે છે. ગણની અખંડતા માટે ગણસભ્યનું વિરોધી વલણ લાકડાને કોરી ખાતા ઘુણ-ઊધઈ જેવું છે. આચાર્યાદિથી પ્રતિકૂળ આચરણ કરનારને ગણથી અલગ કરવામાં જ ગુણની સુરક્ષા છે. ઐતિહાસિક તથ્યોને અભિવ્યક્ત કરતા સૂત્રો આ સ્થાનમાં સંકલિત છે. જેમકે ભગવાન મહાવીરના તીર્થમાં નવ વ્યક્તિએ તીર્થકર નામકર્મનો બંધ કર્યો. તેમાં સાત પુરુષો અને બે સ્ત્રીઓનો ઉલ્લેખ છે. આ સ્થાનમાં ભવિષ્યમાં થનાર તીર્થકરના વિષયમાં વિવિધ જાણકારી મળે છે. કેટલાક શ્રાવકશ્રાવિકાના જીવન ઉત્કર્ષનું કથન પણ આ સ્થાનમાં જોવા મળે છે. આ રીતે આ સ્થાન ઐતિહાસિક દષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. આ સ્થાનમાં દેવવિમાન, જંબૂદ્વીપના કૂટ વગેરે નિરૂપણ દ્વારા ભૌગોલિક વિષયનું વર્ણન છે. મહારાજ શ્રેણિક આગામી ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થંકર થશે. તેમનો નરકથી નીકળી, તીર્થકરરૂપે જન્મ થવો, ત્યાંથી નિર્વાણ પર્યતનું વિસ્તૃત વર્ણન છે. ભાવી તીર્થકરના જીવનને વર્ણવતા આ સૂત્ર દ્વારા જ ભગવાન મહાવીરના દર્શનનું સમગ્રતયા જ્ઞાન થઈ જાય છે. તે સૂત્રમાં મહાવીર સ્વામી દ્વારા પ્રરૂપિત તત્ત્વદર્શન, શ્રમણચર્યા અને શ્રાવકચર્યાનું તથા સંઘ વ્યવસ્થાનું નિરૂપણ છે.
આ સૂત્રોમાં ઈશ્વર, તલવર વગેરે અધિકારી વર્ગનો ઉલ્લેખ છે. તેની વ્યાખ્યાઓ દ્વારા તે સમયની રાજ્યવ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થાનું જ્ઞાન મળે છે. પ્રસ્તુત સ્થાનમાં"ાવદંઢાહિં રોTMરિસિયા " આ સુત્ર મનનીય છે. રોગોત્પત્તિના નવ કારણમાંથી આઠ કારણ શારીરિક રોગોની ઉત્પત્તિના હેતુ છે અને નવમું કારણ ઇન્દ્રિયવિષયોનું અતિસેવન માનસિક રોગ પણ ઉત્પન્ન કરે છે. અબ્રહ્મચર્યથી બચવાના નવ વ્યાવહારિક ઉપાયોનો ઉલ્લેખ બ્રહ્મચર્ય ગુપ્તિ સૂત્રમાં કર્યો છે. તેમાં અંતિમ ઉપાય છે–ો સાથ સોશ્વહિવયાવિ ભવ શાતા અને સુખમાં આસક્ત નથવું અર્થાત્ બ્રહ્મચારીએ સુખશીલિયા બનવું ન જોઈએ. આ ઉપાય શ્રમણને સતત શ્રમશીલ અને કષ્ટ સહિષ્ણુ બનવાની પ્રેરણા આપે છે. નક્ષત્ર ચંદ્રનો યોગ, ગ્રહ માર્ગ વગેરે જ્યોતિષ સંબંધી સુત્રો પણ આ સ્થાનમાં સંકલિત છે. આ રીતે વિષયોના વૈવિધ્યથી ભરપુર આ સ્થાન રસરુચિ જાળવવા સાથે આત્મવિકાસમાં યોગદાન આપે છે.