________________
સ્થાન-૮.
૨૭૩
વિવેચન :
સાતમાં સ્થાનમાં બેઇન્દ્રિયની સાત લાખ કુલ કોટી દર્શાવી છે. અહીં તે ઇન્દ્રિયની આઠ લાખ કુલ કોટિ દર્શાવી છે. ઉત્પત્તિ સ્થાનને યોનિ અને એક ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થતી અનેક પ્રકારની જાતિઓ કુલ કોટી કહેવાય છે. પાપકર્મનો ચચ-ઉપચય આદિઃ१२१ जीवा णं अट्ठठाणणिव्वत्तिए पोग्गले पावकम्मत्ताए चिणिंसु वा चिणंति वा चिणिस्संति वा, तं जहा- पढमसमयणेरइयणिव्वत्तिए जाव अपढ समयदेवणिव्व- त्तिए । एवं चिण-उवचिण जाव णिज्जरा चेव । ભાવાર્થ :- જીવે આઠ સ્થાનથી નિર્વર્તિત પુદ્ગલોનો પાપકર્મરૂપે અતીતકાળમાં સંચય કર્યો હતો. વર્તમાનમાં કરે છે અને ભવિષ્યમાં કરશે, તે આ પ્રમાણે છે– (૧) પ્રથમ સમયના નૈરયિક નિર્વર્તિત (કમ)પુદ્ગલોનો (૨) અપ્રથમ સમયના નૈરયિક નિર્વર્તિત પુદ્ગલોનો (૩) પ્રથમ સમયના તિર્યચનિવર્તિત પુગલોનો (૪) અપ્રથમ સમયના તિર્યંચ નિર્વર્તિત પુદ્ગલોનો (૫) પ્રથમ સમયના મનુષ્ય નિર્વર્તિત પુદ્ગલોનો (૬) અપ્રથમ સમયના મનુષ્ય નિર્વર્તિત પુદ્ગલોનો (૭) પ્રથમ સમયના દેવ નિર્વર્તિત પુગલોનો (૮) અપ્રથમ સમયના દેવ નિર્વર્તિત પુદ્ગલોનો.
આ રીતે કર્મના ચયની જેમ ઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરા સંબંધી સૈકાલિક આઠ-આઠ વિકલ્પ જાણવા. આઠ પ્રદેશી પુદ્ગલની અનંતતા:१२२ अट्ठपएसिया खंधा अणंता पण्णत्ता । अट्ठपएसोगाढा पोग्गला अणंता पण्णत्ता जाव अट्ठगुणलुक्खा पोग्गला अणता पण्णत्ता ।
ભાવાર્થ :- આઠ પ્રદેશી પુદ્ગલ સ્કંધ અનંત છે. આઠ પ્રદેશાવગાઢ પુદ્ગલ અનંત છે યાવત આઠ ગુણવાળા રૂક્ષ પુગલ અનંત છે અર્થાત્ સર્વ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના આઠ ગુણવાળા પુદ્ગલ અનંત છે.
છે
સ્થાન-૮ સંપૂર્ણ છે
તે