________________
૨૭૨ ]
શ્રી ઠાણાગ સત્ર-૨
११४ अट्ठ णक्खत्ता चंदेणं सद्धिं पमई जोगं जोएंति, तं जहा- कत्तिया, રોળિો, પુષ્ય, મહા, વિ, વિલાહ, પુરાધા, ને ! ભાવાર્થ :- આઠ નક્ષત્ર ચંદ્રમા સાથે પ્રમર્દયોગ કરે છે, તે આ પ્રમાણે છે– (૧) કૃતિકા, (૨) રોહિણી, (૩) પુનર્વસુ, (૪) મઘા, (૫) ચિત્રા, (૬) વિશાખા, (૭) અનુરાધા, (૮) જ્યેષ્ઠા. વિવેચન :પ્રમર્દ યોગ :- જે નક્ષત્રો ચંદ્રની બરાબર ઉપર કે નીચે સીધીરેખાએ રહીને સાથે ચાલે તેવા નક્ષત્રોનો ચંદ્ર સાથે પ્રમર્દ યોગ કહેવાય છે. જ્યેષ્ઠા નક્ષત્રને ચંદ્ર સાથે પ્રમર્દયોગ જ થાય છે અને સૂત્રોક્ત સાત નક્ષત્રો ચંદ્ર સાથે દક્ષિણાભિમુખી, ઉત્તરાભિમુખી અને પ્રમર્દ તે ત્રણે પ્રકારના યોગ કરે છે. હીપ-સમુદ્રના દ્વારઃ११५ जंबुद्दीवस्स णं दीवस्स दारा अट्ठ जोयणाई उड्ढे उच्चत्तेणं पण्णत्ता । ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપના ચારે દ્વાર આઠ-આઠ યોજન ઊંચા છે. ११६ सव्वेसि पि णं दीवसमुदाणं दारा अट्ठ जोयणाई उड्डे उच्चत्तेणं पण्णत्ता । ભાવાર્થ - સર્વદ્વીપ તથા સમુદ્રોના દ્વાર આઠ-આઠ યોજન ઊંચા કહ્યા છે. કર્મ સ્થિતિબંધઃ११७ पुरिसवेयणिज्जस्स णं कम्मस्स जहण्णेणं अट्ठसंवच्छराई बंधठिई पण्णत्ता । ભાવાર્થ:- પુરુષ વેદમોહનીય કર્મનો જઘન્ય બંધ આઠ વર્ષનો છે. ११८ जसोकित्तीणामस्स णं कम्मस्स जहण्णेणं अट्ठ मुहुत्ताई बंधठिई पण्णत्ता । ભાવાર્થ - યશોકીર્તિ નામકર્મનો જઘન્ય સ્થિતિ બંધ આઠ મુહૂર્તનો છે. ११९ उच्चागोयस्स णं कम्मस्स जहण्णेणं अट्ठ मुहुत्ताई बंधठिई पण्णत्ता । ભાવાર્થ :- ઉચ્ચગોત્ર કર્મનો જઘન્ય સ્થિતિ બંધ આઠ મુહૂર્તનો છે. તેઈન્દ્રિયની કુલકોટી :१२० तेइंदियाणं अट्ठ जाइ-कुलकोडि-जोणीपमुह-सयसहस्सा पण्णत्ता । ભાવાર્થ :- ઈન્દ્રિય જાતિની યોનિ પ્રમુખમાં આઠ લાખ કુલકોટી કહી છે.