________________
૨૮૨
શ્રી ઠાણાગ સૂત્ર-૨
जोयणसयाई उड्डे अबाहाए उवरिल्ले तारारूवे चारं चरइ । ભાવાર્થ - આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમરમણીય ભૂમિભાગથી નવસો યોજનની ઊંચાઈએ સર્વથી ઉપરના તારા વિમાનો ભ્રમણ કરે છે. જંબૂદ્વીપમાં પ્રવેશતા મલ્યો - १७ जंबुद्दीवे णं दीवे णवजोयणिया मच्छा पविसिंसु वा पविसंति वा पविसिस्सति वा ।
ભાવાર્થ:- જંબુદ્વીપ નામના દ્વીપમાં(લવણ સમુદ્રમાંથી) નવ યોજન પ્રમાણ મત્સ્ય અતીત કાળે પ્રવેશ કરતા હતાં, વર્તમાનમાં કરે છે અને ભવિષ્યમાં કરશે.
વિવેચન :
બવ ગોળિય :- ઉત્સધાંગુલ પ્રમાણથી નવયોજન(૩૬ ગાઉ)ની અવગાહનાવાળા લવણ સમુદ્રના મસ્યો જંબૂદ્વીપમાં પ્રવેશે છે.
સામાન્ય રૂપે લવણ સમુદ્રનું પાણી જંબૂદ્વીપની જગતી(કોટ)ના કારણે જંબૂદ્વીપમાં પ્રવેશી શકતું નથી પરંતુ જંબૂદ્વીપની જગતીમાં અનેક સ્થાને જગતીને ભેદતા નાના-મોટા વિવિધ પ્રકારના માર્ગો(નીકો) છે કે જેના દ્વારા લવણ સમુદ્રનું પાણી જંબૂદ્વીપમાં આવે છે. જંબૂદ્વીપમાં પ્રવેશ કરતા આ પાણીના કારણે જ માગધ, વરદામ અને પ્રભાસ તીર્થ કે ખાડીઓ વગેરે થાય છે. લવણ સમુદ્રમાંથી જંબૂદ્વીપમાં પ્રવેશ કરનારા પાણી સાથે વિવિધ અવગાહનાવાળા મત્સ્ય પણ પ્રવેશ કરે છે. અહીં નવમા સ્થાનના કારણે નવ યોજનના મત્સ્ય પ્રવેશ કરવાનું કથન છે તેમ સમજવું જોઈએ. નદીઓના માધ્યમથી પણ સમુદ્રના મચ્છ દ્વીપમાં આવી શકે છે.
બલદેવ-વાસુદેવના પિતા:|१८ जंबुद्दीवे दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए णव बलदेव-वासुदेव-पियरो होत्था, तं जहा
पयावई य बंभे, रोद्दे सोमे सिवे इ य ।
महसीहे अग्गिसीहे, दसरहे णवमे य वसुदेवे ॥१॥ इत्तो आढत्तं जहा समवाये णिरवसेसं जाव एगा से गब्भवसही, सिज्झिहिइ आगमेसेणं ॥