________________
સ્થાન-૮.
૨૬૯
અરિષ્ટનેમિનો વાદી પરિવાર:१०८ अरहओ णं अरिट्ठणेमिस्स अट्ठसया वाईणं सदेवमणुयासुराए परिसाए वाए अपराजियाणं उक्कोसिया वाइसंपया होत्था । ભાવાર્થ :- અહંતુ અરિષ્ટનેમિના વાદી મુનિની ઉત્કૃષ્ટ સંપદા આઠસો હતી; જે દેવ, મનુષ્ય અને અસુરોની પરિષદમાં વાદ-વિવાદના સમયે કોઈથી પરાજિત થતા નહીં. કેવલી સમુદ્યાતનું કાલમાન :१०९ अट्ठसमइए केवलिसमुग्घाए पण्णत्ते, तं जहा- पढमे समए दंडं करेइ, बीए समए कवाडं करेइ, तइए समए मंथं करेइ, चउत्थे समए लोगं पूरेइ, पंचमे समए लोगं पडिसाहरइ, छटे समए मंथं पडिसाहरइ, सत्तमे समए कवाडं पडिसाहरइ, अट्ठमे समए दंडं पडिसाहरइ । ભાવાર્થ :- કેવલી સમુદ્યાતના આઠ સમય છે, તે આ પ્રમાણે છે– (૧) પહેલા સમયે દંડ કરે (૨) બીજા સમયે કપાટ કરે (૩) ત્રીજા સમયે મન્થાન કરે (૪) ચોથા સમયે લોકપૂરણ કરે (૫) પાંચમા સમયે લોક વ્યાપ્ત આત્મપ્રદેશોને સંહરે (૬) છઠ્ઠા સમયે મંથાન સંહરે (૭) સાતમા સમયે કપાટ સંહરે (૮) આઠમા સમયે દંડ સંહરે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કેવલી સમુદુઘાતની પ્રક્રિયા અને તેના કાલમાનનું નિરૂપણ છે.
જ્યારે કેવળીનું આયુષ્યકર્મ અંતર્મુહૂર્ત પ્રમાણ શેષ હોય અને વેદનીય નામ, ગોત્ર, કર્મની સ્થિતિ વધારે હોય ત્યારે તે સ્થિતિનું આયુષ્યકર્મ સાથે સમીકરણ કરવા(ચારે કર્મની સ્થિતિ સમાન કરવા) સ્વાભાવિક રીતે સમુદ્યાત થાય છે. આ ક્રિયાનું કાળમાન આઠ સમયનું છે.
મદુ સમા :- આઠ સમયની પ્રક્રિયા. પ્રથમ સમય- કેવળી સમુદ્દઘાતના પ્રથમ સમયમાં કેવળી ભગવાનના આત્મપ્રદેશો શરીરમાંથી બહાર નીકળે છે અને ઊર્ધ્વ-અધો લોકાત્ત સુધી ફેલાય છે. તેની પહોળાઈ શરીર પ્રમાણ હોય છે. તેથી તેનો આકાર દંડ જેવો થાય છે. બીજો સમય- દંડાકારે ફેલાયેલા તે જ આત્મપ્રદેશો પૂર્વ-પશ્ચિમ લોકાન્ત સુધી ફેલાય છે. તેનો આકાર કપાટ,(બે દિશાના કમાડ, દરવાજા) જેવો થાય છે. ત્રીજો સમય- કપાટાકારે ફેલાયેલા તે જ આત્મપ્રદેશો ઉત્તર-દક્ષિણમાં લોકાન્ત સુધી ફેલાય છે. આ સમયે લોકના નિષ્ફટ અને વાતવલય સિવાયના સંપૂર્ણ લોકમાં આત્મપ્રદેશ વ્યાપ્ત બની જાય છે. તેનો(આત્મપ્રદેશોનો) આકાર મંથાન જેવો થાય છે. ચોથો સમય-મંથાનાકારે ફેલાયેલા તે જ