________________
| ૨૭૦ |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
આત્મપ્રદેશો નિષ્ફટ(ખુણાઓ) અને વાત વલયમાં ફેલાતા સંપૂર્ણ લોક વ્યાપ્ત બને છે અને તેની લોક પૂરણાવસ્થા થાય છે. પાંચમો સમય- ખુણાઓ અને વલયોમાંથી આત્મપ્રદેશોને સંકોચી મંથાનાવસ્થાને પ્રાપ્ત થાય છે. છઠ્ઠો સમય- ઉત્તર-દક્ષિણ દિશામાંથી આત્મપ્રદેશોને સંકોચી કપાટાવસ્થાને પ્રાપ્ત કરે છે. સાતમો સમય– પૂર્વ-પશ્ચિમ દિશામાંથી આત્મપ્રદેશોને સંકોચી દંડાવસ્થાને પ્રાપ્ત કરે છે. આઠમો સમય- ઊર્ધ્વ-અધો લોકાત્તથી આત્મપ્રદેશોને સંકોચી શરીર પ્રમાણાવસ્થામાં આવી જાય છે.
આ સમુદ્યાતના પ્રથમ ચાર સમયમાં કેવળીના આત્મપ્રદેશો ઉત્તરોત્તર ફેલાતા જાય છે અને પછીના ચાર સમયમાં તે જ ક્રમથી સંકોચિત થતા આઠમા સમયમાં તે શરીરમાં પ્રવેશ કરી પૂર્વવત્ શરીરાકારમાં અવસ્થિત થઈ જાય છે.
- આ આઠ સમયમાં નામ, ગોત્ર, વેદનીય કર્મની સ્થિતિ, અનુભાગ અને પ્રદેશોની ક્રમશઃ ઉત્તરોત્તર અસંખ્યાતગુણી નિર્જરા થઈને, તેની સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ થઈ જાય છે. ત્યારે તે સયોગી જિન યોગ-નિરોધની ક્રિયા કરતાં અયોગી બની ચૌદમા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે અને “અઇ,,2,... આ પાંચ લઘુ અક્ષરોના પ્રમાણકાળમાં શેષ ચારે અઘાતિ કર્મોની એક સાથે નિર્જરા કરે છે અને મુક્તિ પામે છે.
અનુત્તરોપપાતિક સાધુ સંખ્યા :११० समणस्सणं भगवओ महावीरस्स अट्ठसया अणुत्तरोववाइयाणंगइकल्लाणाणं ठिईकल्लाणाणं आगमेसिभद्दाणं उक्कोसिया अणुत्तरोववाइयसंपया होत्था । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરના અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારા સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા આઠસો હતી. તેઓ કલ્યાણગતિવાળા, કલ્યાણ સ્થિતિવાળા અને આગામી કાળમાં નિર્વાણ પ્રાપ્ત કરનારા
વાણવ્યંતર દેવ અને ચૈત્યવૃક્ષ :१११ अट्ठविहा वाणमंतरा देवा पण्णत्ता, तं जहा- पिसाया, भूया, जक्खा, रक्खसा, किण्णरा, किंपुरिसा, महोरगा, गंधव्वा । ભાવાર્થ :- વાણવ્યંતર દેવના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પિશાચ, (૨) ભૂત, (૩) યક્ષ, (૪) રાક્ષસ, (૫) કિન્નર, (૬) કિંગુરુષ, (૭) મહોરગ, (૮) ગંધર્વ. ११२ एएसि णं अट्ठविहाणं वाणमंतरदेवाणं अट्ठ चेइयरुक्खा पण्णत्ता,तं जहा
कलंबो उ पिसायाणं, वडो जक्खाण चेइयं । तुलसी भूयाण भवे, रक्खसाणं च कंडओ ॥१॥