________________
[ ૨૬૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
ભાવાર્થ :- આઠ કર્તવ્યોમાં સાધકે સમ્યક ચેષ્ટા કરવી જોઈએ, સમ્યક પ્રયત્ન કરવો જોઈએ, સમ્ય પરાક્રમ કરવું જોઈએ અને તે આઠ કર્તવ્યોમાં જરા પણ પ્રમાદ કરવો ન જોઈએ. યથા
(૧) અશ્રત ધર્મને સમ્યક પ્રકારે સાંભળવા ઉદ્યમવંત રહેવું જોઈએ. (૨) સાંભળેલા ધર્મને મનથી ગ્રહણ કરવા અને સ્મૃતિમાં રાખવા ઉદ્યમવંત રહેવું જોઈએ. (૩) સંયમ દ્વારા નવા કર્મોનો નિરોધ કરવા ઉદ્યમવંત રહેવું જોઈએ. (૪) તપશ્ચરણથી જૂના કર્મોનો ક્ષય કરવા અને વિશોધન કરવા ઉદ્યમવંત રહેવું જોઈએ. (૫) અસંગૃહીત પરિજન (શિષ્ય)નો સંગ્રહ કરવા ઉદ્યમવંત રહેવું જોઈએ. (૬) શૈક્ષ(નવદીક્ષિત) મુનિને આચાર-ગોચરનો સમ્યગુ બોધ આપવા ઉધમવંત રહેવું જોઈએ. (૭) ગ્લાન સાધુની અગ્લાનભાવે વૈયાવન્ય કરવા ઉદ્યમવંત રહેવું જોઈએ. (૮) સાધર્મિકોમાં પરસ્પર કલહ ઉત્પન્ન થાય તો “આ મારા સાધર્મિક કઈ રીતે કષાય યુક્ત બોલચાલથી, કલહથી, તૂ તૂ અને હું, તું ના વાયુદ્ધ થી મુક્ત થાય” એવો વિચાર કરીને, કોઈપણ પ્રકારની આકાંક્ષા કે અપેક્ષાથી રહિત થઈ, કોઈનો પણ પક્ષ લીધા વિના માધ્યસ્થ ભાવને સ્વીકારી તે કલહને ઉપશાંત કરવા ઉદ્યમવંત રહેવું જોઈએ.
વિવેચન :
સૂત્રકારે સાધકને જાગૃત રહેવાના આઠ સ્થાનનો નિર્દેશ કર્યો છે. તે આઠ સ્થાન ભાવાર્થથી સ્પષ્ટ છે. આઠે સ્થાનમાં જાગૃત રહેનાર સાધકનો સંયમ પરિપક્વ બને છે. તેમાં પ્રયુકત કેટલાક વિશિષ્ટ શબ્દોના અર્થ આ પ્રમાણે છે– સંડિયā– અપ્રાપ્તની પ્રાપ્તિ માટે ચેષ્ટા. ગબં– પ્રયત્ન. પ્રાપ્તનું સંરક્ષણ.
જમિયથં- પરાક્રમ. પ્રાપ્તિના સંરક્ષણ માટે ઉત્સાહિત રહેવું. શક્તિ ક્ષીણ થાય તો પણ વિશેષ ઉત્સાહ રાખવો. આયારો – આચારગોચર, તેના બે અર્થ છે– (૧) ગોચર એટલે વિષય. આચારનો વિષય મહાવ્રતાદિ છે. (૨) આચાર એટલે જ્ઞાનાદિ પાંચ આચાર, ગોચર એટલે ભિક્ષાચર્યા; પ્રતિલેખના આદિ સર્વ વિધિ. મણ સ, ૩પ ફેક્ષા, અપ તુ તુમાં -આ શબ્દો દ્વારા સૂત્રકારે કલેશના ત્રણ રૂપ દર્શાવ્યા છે. અન્ય સૂત્રમાં આ ત્રણ શબ્દોના સ્થાને પાંચ શબ્દ પ્રાપ્ત થાય છે યથા– અપૂણદે, અM ક્ષણે, અપ્પ વહનરે, સખસ, અખ તુ તુને . તે શબ્દોના ક્રમિક અર્થ આ પ્રમાણે છે– (૧) આગ્રહ યુક્ત બોલાચાલી (૨) માનસિક સંતાપ યુક્ત બોલાચાલી (૩) હાથ લાંબા કરી બોલવું વગેરે શારીરિક ચેષ્ટા સહિતની બોલાચાલી (૪) કષાય સહિત અપશબ્દ પ્રયોગ યુક્ત બોલાચાલી (૫) આક્ષેપ-પ્રત્યાક્ષેપ પૂર્વક બોલાચાલી. દેવવિમાનની ઊંચાઈ - १०७ महासुक्क सहस्सारेसु णं कप्पेसु विमाणा अट्ट जोयणसयाई उठं उच्चत्तेणं પણ ના | ભાવાર્થ :- મહાશુક્ર અને સહસાર દેવલોકમાં વિમાન આઠસો યોજન ઊંચા છે.