________________
૨૬૦
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
ભાવાર્થ :- જંબુદ્રીપ નામના દ્વીપમાં મંદરપર્વતના, ભદ્રશાલવનમાં આઠ દિશાહસ્તિ ફૂટ (પૂર્વ આદિ દિશાઓમાં હાથી સમાન આકારવાળા શિખર પર્વતો છે, તે આ પ્રમાણે છે– (૧) પદ્મોત્તર, (૨) નીલવાન, (૩) સુહસ્તિ, (૪) અંજનિંગર, (૫) કુમુદ, (૬) પલાશ, (૭) અવતંસક, (૮) રોચનિંગિર.
જંબુદ્વીપ જગતી :
८७ जंबुद्दीवस्स णं दीवस्स जगई अट्ठ जोयणाइं उड्डुं उच्चत्तेणं, बहुमज्झदेसभाए अट्ठ जोयणाइं विक्खंभेणं पण्णत्ता ।
ભાવાર્થ :- જંબુદ્રીપ નામના દ્વીપની જગતી આઠ યોજન ઊંચી અને બહુમધ્યભાગમાં આઠ યોજન વિસ્તૃત છે.
જંબુદ્વીપના પર્વત, ફૂટઃ
८८ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे णं महाहिमवंते वासहरपव्वए अट्ठ कूडा पण्णत्ता, तं जहा
सिद्ध महाहिमवंते, हिमवंते रोहिता हिरीकूडे । હરિતા હરવાસે, વેલિક્ ચેવ ગૂડા ૩॥॥
ભાવાર્થ :- જંબુદ્રીપ નામના દ્વીપમાં મંદરપર્વતની દક્ષિણમાં મહાહિમવંત વર્ષધર પર્વત ઉપર આઠ ફૂટ છે, તે આ પ્રમાણે છે– (૧) સિદ્ઘકૂટ, (૨) મહાહિમવંત ફૂટ, (૩) હિમવંત ફૂટ, (૪) રોહિત ફૂટ, (૫) હીકૂટ, (૬) હરિકતા કૂટ, (૭) હરિવર્ષ ફૂટ, (૮) વૈસૂર્ય કૂટ.
८९ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरे णं रुप्पिम्मि वासहरपव्वए अट्ठ ઝૂડા પળત્તા, તં નહીં
सिद्धे य रुप्पि रम्मग, णरकंता बुद्धि रुप्पकूडे य । हिरण्णवए मणिकंचणे, य रुप्पिम्मि कूडा उ ॥१॥
ભાવાર્થ :- જંબુદ્રીપ નામના દ્વીપમાં મંદરપર્વતની ઉત્તરમાં રુક્મિ વર્ષધર પર્વત ઉપર આઠ ફૂટ છે, તે આ પ્રમાણે છે– (૧) સિદ્ઘ કૂટ, (૨) રુક્મિ કૂટ, (૩) રમ્યક્ કૂટ, (૪) નરકંતા કૂટ, (૫) બુદ્ધિ ફૂટ, (૬) રૂપ્ય કૂટ, (૭) હૈરણ્યવત કૂટ, (૮) મણિકાંચન કૂટ.
દિશાકુમારી દેવીઓઃ
९० जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमे णं रुयगवरे पव्वए अट्ठ कूडा