________________
૨૫૮ ]
શ્રી ઠાણાગ સુત્ર-૨
વૈતાઢય પર્વત, આઠ તિમિસગુફા, આઠ ખંડપ્રપાતગુફા, આઠ કૃતમાલકદેવ, આઠ નૃત્તમાલકદેવ, આઠ રક્તાકુંડ, આઠ રક્તવતીકુંડ, આઠ રક્તા નદી, આઠ રક્તવતી નદી, આઠ ઋષભકૂટ પર્વત અને આઠ ઋષભકૂટ દેવ છે. ८२ मंदरचूलिया णं बहुमज्झदेसभाए अट्ठ जोयणाई विक्खंभेणं पण्णत्ता । ભાવાર્થ-મંદર પર્વતની ચૂલિકા બહુમધ્યદેશ ભાગમાં આઠ યોજન પહોળી છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં જંબુદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રના વક્ષસ્કાર પર્વતો, વિજયો, તેની રાજધાનીઓ આદિનું આઠ-આઠ સંખ્યાની દૃષ્ટિએ નિરૂપણ છે.
મહાવિદેહ ક્ષેત્રના મુખ્ય બે વિભાગ છે. પૂર્વમહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહ. પૂર્વ અને પશ્ચિમી વિભાગમાં ક્રમશઃ સીતા અને સીસોદા નદી વહે છે. તેથી તે નદીઓના કારણે તે બંનેના બે-બે વિભાગ થાય છે. ઉત્તરી વિભાગ અને દક્ષિણી વિભાગ. આ રીતે મહાવિદેહ ક્ષેત્રના ચાર વિભાગ થાય છે. વક્ષસ્કાર પર્વત - મહાવિદેહ ક્ષેત્રની વિજયનું વિભાજન કરનાર વક્ષસ્કાર પર્વતો અને અંતર નદીઓ છે. એક વિભાગની વિજયનું વિભાજન ચાર વક્ષસ્કાર પર્વતો અને ત્રણ અંતર નદીઓથી થાય છે. સીતા નદીના ઉત્તરી અને દક્ષિણી વિભાગમાં ચાર-ચાર કુલ આઠ વક્ષસ્કાર પર્વતો છે.
તે રીતે સીસોદા નદીના ઉત્તર અને દક્ષિણ કિનારે પણ આઠ વક્ષસ્કાર પર્વતો છે.
વિજય અને રાજધાની - મહાવિદેહ ક્ષેત્રના એક-એક વિભાગમાં આઠ-આઠવિજયો અને તેની આઠ-આઠ રાજધાનીઓ છે. તે વિજયો ભરતક્ષેત્ર કરતાં અધિક વિસ્તારવાળી છે, તેમાં છ-છ ખંડ હોય છે. તે ચક્રવર્તીના વિજયસ્થાનરૂપ છે. તેથી તેને ચક્રવર્તી વિજય કહે છે. આ રીતે કુલ ૩ર વિજયો અને તેની ૩ર રાજધાનીઓ
તીર્થંકરાદિની સંખ્યા :- મહાવિદેહ ક્ષેત્રની પ્રત્યેક વિજયોમાં એક-એક તીર્થકર હોવાથી એક-એક વિભાગમાં આઠ-આઠ તીર્થકરો હોય. ચારે વિભાગમાં કુલ ૩ર તીર્થકર હોય છે.
સુત્રકારે આઠમા સ્થાનની અપેક્ષાએ પ્રત્યેક વિભાગમાં આઠ ચક્રવર્તી, આઠ બલદેવ, આઠ વાસુદેવનું કથન કર્યું છે. શ્રી જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ ૩ર તીર્થકર, ૨૮-૨૮ ચક્રવર્તી, વાસુદેવ, બલદેવનું કથન કર્યું છે કારણ કે જ્યાં છ ખંડના અધિપતિ ચક્રવર્તી હોય ત્યાં ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ હોતા નથી અને જ્યાં ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ હોય ત્યાં છ ખંડના અધિપતિ ચક્રવર્તી હોતા નથી. તેથી જે વિજયમાં ચક્રવર્તી હોય ત્યાં વાસુદેવ હોતા નથી અને જે વિજયમાં વાસુદેવ હોય ત્યાં ચક્રવર્તી હોતા નથી. મહાવિદેહક્ષેત્રના ચારે વિભાગમાં ઓછામાં ઓછા એક-એક તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ આદિ ઉત્તમ પુરુષો અવશ્ય હોય છે. આ રીતે જઘન્ય ચાર સંખ્યાએ ચાર વિજયમાં