________________
૨૫૨ |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
ગુરુ ગતિ – પરમાણુ આદિની સ્વાભાવિક ગતિને ગુરુ ગતિ કહે છે. પ્રણોદન ગતિ:- બીજાની પ્રેરણાથી થતી ગતિને પ્રણોદન ગતિ કહે છે. પ્રાભાર ગતિ :- નૌકામાં ભરેલા ભારથી નીચેની તરફ ગતિ થાય તેમ બીજા દ્રવ્યના ભારથી જે ગતિ થાય તેને પ્રાભારગતિ કહે છે. શેષ ગતિઓ પ્રસિદ્ધ છે. દેવદેવીઓના અષ્ટ યોજનવાળા દ્વીપ:५६ गंगा-सिंधु-रत्ता-रत्तवइ देवीणं दीवा अट्ट-अट्ठ जोयणाई आयामविक्खंभेणं પણ ના | ભાવાર્થ - ગંગા, સિંધુ, રક્તા, રક્તાવતી, આ ચાર નદીઓની અધિષ્ઠાત્રી દેવીઓના દ્વીપ આઠ-આઠ યોજનના લાંબા-પહોળા છે. ५७ उक्कामुह-मेहमुह-विज्जुमुह-विज्जुदंतदीवा णं दीवा अट्ठ-अट्ठ जोयणसयाई आयामविक्खंभेणं पण्णत्ता । ભાવાર્થ :- (છપ્પન અંતર દ્વીપમાંથી) ઉલ્કામુખ, મેઘમુખ, વિધુમ્મુખ અને વિધુત્ત દ્વીપ આઠસોઆઠસો યોજન લાંબા પહોળા છે. આઠ લાખ યોજન ચક્રવાલ વિર્ષાભ - ५८ कालोदे णं समुद्दे अट्ठ जोयणसयसहस्साइं चक्कवालविक्खंभेणं पण्णत्ते । ભાવાર્થ:- કાલોદ સમુદ્રનો ચક્રવાલ-વિષ્કર્ભ (ગોળાઈની અપેક્ષાથી) આઠ લાખ યોજનનો છે. ५९ अब्भंतरपुक्खरद्धे णं अट्ठ जोयणसयसहस्साइंचक्कवालविक्खंभेणं पण्णत्ते। एवं बाहिरपुक्खरद्धे वि ।। ભાવાર્થ :- આત્યંતર પુષ્કરાર્ધ દ્વીપનો ચક્રવાલ વિષ્કન્મ આઠ લાખ યોજનાનો છે. તે જ રીતે બાહ્ય પુષ્કરાર્ધદ્વીપનો પણ ચક્રવાલ વિખંભ આઠ લાખ યોજનાનો છે.
કાકણિરત્ન :|६० एगमेगस्स णं रण्णो चाउरंतचक्कवट्टिस्स अट्ठसोवण्णिए काकणिरयणे छत्तले दुवालसंसिए अट्ठकण्णिए अधिकरणिसंठिए ।