________________
સ્થાન-૮
૨૫૧]
पउमावई य गोरी, गंधारी लक्खणा सुसीमा य ।
जंबवई सच्चभामा, रुप्पिणी अग्गमहिसीओ ॥१॥ ભાવાર્થ :- કૃષ્ણવાસુદેવની આઠ અગ્રમહિષીઓ અહંત અરિષ્ટનેમિ પાસે મુંડિત થઈ ગૃહવાસથી અણગારપણામાં પ્રવ્રજિત થઈ, સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અંતકૃત, પરિનિવૃત્ત અને સમસ્ત દુઃખોથી મુક્ત થઈ છે, તે આ પ્રમાણે છે– (૧) પદ્માવતી, (૨) ગોરી, (૩) ગાન્ધારી, (૪) લક્ષ્મણા, (૫) સુષીમા, (૬) જામ્બવતી, (૭) સત્યભામા, (૮) રુક્ષ્મણી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કૃષ્ણ વાસુદેવની આઠ રાણીઓનો ઉલ્લેખ છે. તેનું વિસ્તૃત વર્ણન અંતકૃતદશાંગ સૂત્રમાં છે. તે આઠેય રાણીઓએ વીસ વર્ષ સંયમનું પાલન કરી, એક માસના સંથારાપૂર્વક સિદ્ધ દશાને પ્રાપ્ત કરી છે.
પૂર્વગત વસ્તુ - ५४ वीरियपुव्वस्स णं अट्ठ वत्थू अट्ठ चूलवत्थू पण्णत्ता । ભાવાર્થ - વીર્યપ્રવાદ પૂર્વની આઠ વસ્તુ(મૂળ અધ્યયન) અને આઠ ચૂલિકા વસ્તુ કહી છે. ગતિના પ્રકાર :५५ अट्ठ गईओ पण्णत्तओ, तं जहा-णिरयगई, तिरियगई, मणुयगई, देवगई, सिद्धिगई, गुरुगई, पणोल्लणगई, पब्भारगई । ભાવાર્થ:- ગતિના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે- (૧) નરક ગતિ, (૨) તિર્યંચગતિ, (૩) મનુષ્ય ગતિ, (૪) દેવ ગતિ, (૫) સિદ્ધ ગતિ, (૬) ગુરુગતિ, (૭) પ્રણોદનગતિ, (૮) પ્રાશ્માર ગતિ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આઠ પ્રકારની ગતિનું કથન છે. તેમાં પ્રથમ ચાર પ્રકારની ગતિમાં ગતિ શબ્દનો અર્થ “આયુષ્ય પૂર્ણ થતાં નારકાદિ ભવમાં જન્મ ધારણ કરવા માટે થતી ગતિ' અર્થાત્ “ભવાંતર માટેની ગતિ’ તે પ્રમાણે થાય છે. સિદ્ધ ગતિઃ- સર્વ કર્મનો ક્ષય થતાં સિદ્ધક્ષેત્રને પ્રાપ્ત કરવા રૂ૫ ગતિ.
( અંતિમ ત્રણ પ્રકારની ગતિમાં ગતિ શબ્દનો અર્થ “એક સ્થાનથી બીજા સ્થાનને પ્રાપ્ત કરવું અર્થાત્ સ્થાનાંતર કરવું. તે પ્રમાણે થાય છે.