________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
અહીં આઠે કૃષ્ણરાજીઓના આપ્યંતરક્ષેત્ર(ચોરસ)ની બરાબર મધ્યમાં સ્થિત એક રિષ્ટ નામના લોકાન્તિક વિમાન અને દેવનું કથન નથી. તેઓની આઠ સાગરોપમની સ્થિતિ મુખ્ય દેવોની અપેક્ષાએ સમજવી જોઈએ. તેઓના સામાન્ય દેવોની સ્થિતિ આઠ સાગરથી કંઈક ન્યૂન થઈ શકે છે, તેમ આચાર્યોનો અભિમત છે.
ધર્માસ્તિકાયાદિના મધ્યપ્રદેશઃ
૨૫૦
-
५१ अट्ठ धम्मत्थिकाय मज्झपएसा पण्णत्ता । अट्ठ अधम्मत्थिकाय मज्झपए सा पण्णत्ता । अट्ठ आगासत्थिकाय मज्झपएसा पण्णत्ता । अट्ठ जीव मज्झपए सा पण्णत्ता ।
ભાવાર્થ :- ધર્માસ્તિકાયના આઠ મધ્ય-પ્રદેશ(રુચક-પ્રદેશ) કહ્યા છે. અધર્માસ્તિકાયના આઠ, આકાશાસ્તિકાયના આઠ અને જીવના આઠ મધ્યપ્રદેશ છે.
વિવેચન :
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લોકાકાશ અને જીવ, આ ચાર દ્રવ્યના પ્રદેશો સમાન છે. તે ચારે અરૂપી દ્રવ્યોના અસંખ્ય પ્રદેશોમાં મધ્યભાગના આઠ પ્રદેશને રુચક પ્રદેશ કહે છે. જીવના રુચક પ્રદેશમાં સંકોચ-વિસ્તાર થતો નથી પરંતુ શેષ પ્રદેશોમાં સંકોચ વિસ્તાર થાય છે. ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યો લોકવ્યાપી સ્થિત દ્રવ્ય છે અને તેના મધ્યના આઠ રુચક પ્રદેશ પણ સ્થિત જ છે.
મહાપદ્મ પ્રભુના શાસનમાં દીક્ષિત રાજાઓઃ
५२ अरहा णं महापउमे अट्ठ रायाणो मुंडा भवित्ता अगाराओ अणगारियं પબ્બા- વેલ્સર, તેં નહીં- પડમ, પડમનુાં, ગલિળ, ગલિળતુક્ષ્મ, પઙમય, ધનુય, જળરહ, મહં ।
ભાવાર્થ :- અર્હત મહાપદ્મ(આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર) આઠ રાજાઓને મુંડિત કરી અગારથી અણગારપણામાં પ્રવ્રુજિત કરશે, તે આ પ્રમાણે છે– (૧) પદ્મ, (૨) પદ્મગુલ્મ, (૩) નલિન, (૪) નલિનગુલ્મ, (૫) પદ્મધ્વજ, (૬) ધનુર્ધ્વજ, (૭) કનકરથ, (૮) ભરત.
કૃષ્ણ વાસુદેવની પટ્ટરાણીઓ
५३ कण्हस्स णं वासुदेवस्स अट्ठ अग्गमहिसीओ अरहओ णं अरिट्ठणेमिस्स अंतिए मुंडा भवेत्ता अगाराओ अणगारियं पव्वइया सिद्धाओ बुद्धाओ मुत्ताओ अंतगडाओ परिणिव्वुडाओ सव्वदुक्खप्पहीणाओ, तं जहा
: