________________
સ્થાન-૮
૨૪૯
પરિણામ હોવાથી અથવા કાળા પુલોની રાજિ-રેખારૂપ(લંબાઈ વધુ પહોળાઈ ઓછી હોવાથી) તેનું નામ કણરાજિ છે. (૨) કાળા મેઘની રેખા સમાન હોવાથી તેનું નામ મેઘરાજિ છે. (૩) છઠ્ઠી નરકનું નામ મઘા છે, તેની સમાન અંધકારવાળી હોવાથી તેનું નામ મઘા છે. (૪) સાતમી નરકની સમાન ગાઢાંધકારવાળી હોવાથી તેનું નામ માઘવતી છે. (૫) આંધી સમાન સઘન અંધકારવાળી અને દુર્લધ્ય હોવાથી તેનું નામ વાતપરિઘા છે. (૬) આંધી સમાન અંધકારવાળી અને ક્ષોભનું કારણ હોવાથી તેનું નામ વાત પરિક્ષોભા છે. (૭) દેવોને માટે પરિઘ એટલે ભોગલ(આગળિયા) સમાન હોવાથી તેનું નામ દેવપરિઘા છે. (૮) દેવોને માટે પણ ક્ષોભનું કારણ હોવાથી તેનું નામ દેવ પરિક્ષોભ છે. લોકાન્તિક દેવ અને તેની સ્થિતિઃ४८ एयासि णं अट्ठण्हं कण्हराईणं अट्ठसु ओवासंतरेसु अट्ठ लोगंतियविमाणा પાળા, તં નહીં- અન્ની, ગ્નિમાલી, વોયને, મંજીરે, વંલામે, સુરતમે, सुपइट्ठाभे, अग्गिच्चाभे । ભાવાર્થ :- આ આઠ કૃષ્ણરાજિના આઠ અવકાશાન્તરમાં આઠ લોકાન્તિક દેવોના વિમાન છે- તે આ પ્રમાણે છે– (૧) અર્ચિ, (૨) અર્ચિમાલી, (૩) વૈરોચન, (૪) પ્રશંકર, (૫) ચંદ્રાભ, (૬) સૂર્યાભ, (૭) સુપ્રતિષ્ઠાભ, (૮) અગ્નયાભ.
४९ एतेसु णं अट्ठसु लोगंतियविमाणेसु अट्ठविहा लोगंतिया देवा पण्णत्ता, ત નહીં
सारस्सयमाइच्चा, वण्ही वरुणा य गद्दतोया य ।
तुसिया अव्वाबाहा, अग्गिच्चा चेव बोद्धव्वा ॥१॥ ભાવાર્થ :- આ આઠ લોકાન્તિક વિમાનોમાં આઠ પ્રકારના લોકાન્તિક દેવો રહે છે, તે આ પ્રમાણે (૧) સારસ્વત, (૨) આદિત્ય, (૩) વહ્નિ, (૪) વરુણ, (૫) ગઈતોય, (૬) તુષિત, (૭) અવ્યાબાધ, (૮) અન્યર્ચ(રિષ્ટાભ). ५० एएसि णं अट्ठण्हं लोगंतियदेवाणं अजहण्णमणुक्कोसेणं अट्ठ सागरोवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ :- આ આઠ લોકાન્તિક દેવોની અજઘન્ય, અનુત્કૃષ્ટ આઠ સાગરોપમની સ્થિતિ છે.
વિવેચન :
આઠ કૃષ્ણરાજિનો આશ્રય કરીને નવ લોકાન્તિક દેવોના નવ વિમાન છે. આઠમું સ્થાન હોવાથી