________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
एत्थ णं अक्खाडग-समचउरंस- संठाण-संठियाओ अट्ठ कण्हराईओ पण्णत्ताओ, तं जहा - पुरत्थिमे णं दो कण्हराईओ, दाहिणे णं दो कण्हराईओ, पच्चत्थिमे णं दो कण्हराईओ, उत्तरे णं दो कण्हराईओ । पुरत्थिमा अब्भंतरा कण्हराई दाहिणं कण्हराइं पुट्ठा । दाहिणा अब्भंतरा कण्हराई पच्चत्थिमं बाहिरं कण्हराइं पुट्ठा । पच्चत्थिमा अब्भंतरा कण्हराई उत्तरं बाहिरं कण्हराई पुट्ठा । उत्तरा अब्भंतरा कण्हराई पुरत्थिमं बाहिरं कण्हराई पुट्ठा । पुरत्थिमपच्चत्थिमिल्लाओ बाहिराओ दो कण्हराईओ छलंसाओ । उत्तरदाहिणाओ बाहिराओ दो कण्हराईओ तंसाओ । सव्वाओ वि णं अब्भंतरकण्हराईओ चउरंसाओ ।
૨૪૮
ભાવાર્થ :- સનતકુમાર અને માહેન્દ્ર કલ્પની ઉપર અને બ્રહ્મલોક કલ્પની નીચે રિષ્ટ નામના વિમાનના પ્રસ્તટમાં સમચતુરસ(ચતુષ્કોણ) સંસ્થાનવાળા અખાડા જેવા વિભાગમાં આઠ કૃષ્ણરાજિ(કૃષ્ણવર્ણના પુદ્ગલોની પંક્તિઓથી યુક્ત ક્ષેત્ર) છે, તે આ પ્રમાણે– (૧) પૂર્વ દિશામાં બે (૨) દક્ષિણ દિશામાં બે (૩) પશ્ચિમ દિશામાં બે (૪) ઉત્તર દિશામાં બે.
પૂર્વની આવ્યંતર કૃષ્ણરાજિ દક્ષિણની બાહ્ય કૃષ્ણરાજિ સાથે સ્પષ્ટ છે. દક્ષિણની આવ્યંતર કૃષ્ણરાજિ પશ્ચિમની બાહ્ય કૃષ્ણરાજિ સાથે સ્પષ્ટ છે. પશ્ચિમની આવ્યંતર કૃષ્ણરાજિ ઉત્તરની બાહ્ય કૃષ્ણરાજિ સાથે પૃષ્ટ છે. ઉત્તરની આતર કૃષ્ણરાજિ પૂર્વની બાહ્ય કૃષ્ણરાજિ સાથે સ્પષ્ટ છે. પૂર્વ અને પશ્ચિમની બાહ્ય બે કૃષ્ણરાજિ ષટ્કોણ આકારે છે. ઉત્તર અને દક્ષિણની બાહ્ય બે કૃષ્ણરાજિ ત્રિકોણ આકારે છે. સમસ્ત આપ્યંતર કૃષ્ણરાજિ ચતુષ્કોણ આકારવાળી છે.
४७ एयासि णं अट्ठण्हं कण्हराईणं अट्ठ णामधेज्जा पण्णत्ता, तं जहाकण्हराई इ वा मेहराई इ वा मघा इ वा माघवई इ वा वायफलिहे इ वा वायपलिक्खोभे इ वा देवफलिहे इ वा देवपलिक्खोभे इ वा ।
ભાવાર્થ :- ઉપરોક્ત આઠ કૃષ્ણરાજિના આઠ નામ છે, તે આ પ્રમાણે છે– (૧) કૃષ્ણરાજિ, (૨) મેઘરાજિ, (૩) મઘા, (૪) માઘવતિ, (૫) વાતપરિઘ, (૬) વાતપરિક્ષોભ, (૭) દેવપરિઘ, (૮) દેવપરિક્ષોભ.
વિવેચન :
પાંચમા દેવલોકના રિષ્ટ નામના ત્રીજા પ્રતરમાં પૃથ્વીશિલારૂપ આઠ કૃષ્ણરાજિઓ ચારે દિશામાં સ્થિત છે. તે કાળા વર્ણની અને નક્કર પૃથ્વીમય છે. તેના ત્રણ આકાર છે. ષટ્કોણ આકારની બે, ત્રિકોણ આકારની બે અને સમચોરસ આકારની ચાર કૃષ્ણરાજિ છે. તેની દિશા અને વિદિશાઓ ભાવાર્થથી સ્પષ્ટ છે. કૃષ્ણરાજિના પર્યાયવાચી નામ :− તેના સાર્થક આઠ નામ છે– (૧) કાળા વર્ણની પૃથ્વી અને પુદ્ગલનું