________________
સ્થાન-૮
२४७
(૧) યુગાંતકર ભૂમિ :– યુગ = પાંચ પાંચ વર્ષના કાળને યુગ કહે છે. આ યુગરૂપી કાળ ક્રમિક છે. તે જ રીતે ગુરુ-શિષ્ય પરંપરા પણ ક્રમિક હોય છે. તેથી અહીં યુગ શબ્દથી ગુરુ શિષ્ય પરંપરાનું ગ્રહણ થાય છે. મોક્ષગામી ગુરુ શિષ્ય, પ્રશિષ્યની પરંપરાનો કાળ તે યુગાંતકર ભૂમિ કહેવાય છે. તીર્થંકર પછી જ્યાં સુધી આચાર્ય પરંપરા મોક્ષને પ્રાપ્ત થાય ત્યાં સુધીની પાટ સંખ્યા તેમની યુગાંતકર ભૂમિ કહેવાય છે. પ્રભુ નેમનાથના મોક્ષગમન પછી આઠ પાટ પરંપરાના પટ્ટધર આચાર્યો મોક્ષે ગયા છે. તે પછી પટ્ટધર આચાર્ય દેવલોકગામી થયા. અન્ય શ્રમણોની અપેક્ષાએ મોક્ષ માર્ગ ચાલુ રહ્યો.
(૨) પર્યાયાન્તર ભૂમિ : – તીર્થ સ્થાપના પશ્ચાત્ જેટલા સમય પછી મોક્ષગમનની શરૂઆત થાય, તે સમયને પર્યાયાન્તર ભૂમિ કહે છે. દા.ત. નેમનાથ ભગવાને તીર્થની સ્થાપના કરી, ત્યાર પછી બે વર્ષે તે તીર્થમાંથી સાધુ વગેરે મોક્ષે ગયા. તેથી નેમનાથ ભગવાનની પર્યાયાન્તર ભૂમિ બે વર્ષની કહી છે. આઠમા સ્થાનને કારણે અહીં બે વર્ષની પર્યાયાન્તર ભૂમિનું સ્વતંત્ર કથન નથી પરંતુ યુગાંતકર ભૂમિના કથનની સાથે તેનો સંકેત માત્ર છે.
મહાવીર સ્વામીના દીક્ષિત રાજાઓ:
४४ समणेणं भगवया महावीरेणं अट्ठ रायाणो मुंडे भवेत्ता अगाराओ अणगारियं पव्वइया, તેં નહા
वीरंगए वीरजसे, संजय एणिज्जए य रायरिसी । सेये सिवे उद्दायणे, तह संखे कासिवद्धणे ॥१॥
ભાવાર્થ İ :– શ્રમણ ભગવાન મહાવીરે આઠ રાજાઓને મુંડિત કરી, આગારથી અણગારપણામાં પ્રવ્રુજિત કર્યા હતા, તે આ પ્રમાણે છે– (૧) વીરાંગદ, (૨) વીરયશ, (૩) સંજય, (૪) એણેયક(શ્વેતાંબીના પરદેશી રાજાના આત્મીયજન), (૫) શ્વેત(આમલકલ્પા નગરીના રાજા), (૬) શિવ(હસ્તિનાપુરના રાજા), (૭) ઉદાયન(પોતાનું રાજ્ય ભાણેજને આપનાર સિંઘુ-સૌવીર દેશના રાજા) (૮) શંખ કાશીવર્ધન (અંતગડ વર્ણિત અલક્ષ રાજા).
આહારના પ્રકાર ઃ
૪૧ અદૃવિષે આહારે પત્તે, તેં નહા- મધુળે અસળે, પાળે, વામે, સામે । અમમુળે અસળે, પાળે, વાડ્મ, સામે ।
ભાવાર્થ :- આહારના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– મનોજ્ઞ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય, અને અમનોજ્ઞ અશન, પાન, ખાદ્ય, સ્વાઘ.
કૃષ્ણરાજિ :
--
४६ उप्पि सणकुमार-माहिंदाणं कप्पाणं हेट्ठि बंभलोए कप्पे रिट्ठविमाण-पत्थडे,