________________
| ૨૪૬]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
ओसप्पिणी, उस्सप्पिणी, पोग्गलपरियट्टे, तीतद्धा, अणागयद्धा, सव्वद्धा । ભાવાર્થ:- ઔપમિક કાલના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પલ્યોપમ (૨) સાગરોપમ (૩) અવસર્પિણી (૪) ઉત્સર્પિણી (૫) પુદ્ગલ પરાવર્તન (૬) અતીત અદ્ધા (૭) અનાગત અદ્ધા (૮) સર્વદ્વા (સર્વકાલ). વિવેચન :
શ્રી અનુયોગ દ્વાર સૂત્રમાં ઉપમાકાલના બે ભેદનું કથન છે, પલ્યોપમ અને સાગરોપમ. પ્રસ્તુત સૂત્રમાં પલ્યોપમ, સાગરોપમ તથા તેનાથી નિષ્પન્ન થતાં વિવિધ કાલભેદ સહિત ઉપમાકાલના આઠ ભેદનું કથન છે. અવસર્પિણી-ઉત્સર્પિણી :- ૧૦ ક્રોડાક્રોડી સાગરોપમનો એક અવસર્પિણી અને ૧૦ ક્રોડાકોડી સાગરોપમનો એક ઉત્સર્પિણીકાલ છે. પગલ પરાવર્તન - સમસ્ત લોકાકાશના પુગલોને જીવ જેટલા સમયમાં સ્પર્શ કરે છે, તેટલા સમયને પુલ પરાવર્તન કહે છે. પુગલ પરાવર્તનનું કાળમાન અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણી પ્રમાણ છે. તેના ઔદારિક પુદ્ગલ પરાવર્તન વગેરે સાતભેદ છે. તેનું વર્ણન ભગવતી સૂત્ર શતક-૧૨ ઉદ્દેશક-૪ માં છે. ઔદારિક પુદગલ પરાવર્તન - લોકગત ઔદારિક શરીર યોગ્ય સમસ્ત યુગલો જીવ દ્વારા ઔદારિક શરીરરૂપે ગ્રહણ અને પરિણમન કરવામાં તથા છોડવામાં જેટલો સમય વ્યતીત થાય તેને ઔદારિક પુદ્ગલ પરાવર્તન કહે છે. તે જ રીતે વૈક્રિય, તૈજસ, કાર્મણ, મન, વચન, કાયા, પ્રાણાપાન પુગલ પરાવર્તન પણ સમજવું.
અતીત, અનાગત અને સર્વકાળ પણ અનંતો છે. તેથી તે પણ ઉપમાકાળ છે. અરિષ્ટનેમીની યુગાંતકર, પર્યાયાન્તર ભૂમિ - ४३ अरहओ णं अरिट्ठणेमिस्स जाव अट्ठमाओ पुरिसजुगाओ जुगंतकरभूमी । दुवासपरियाए अंतमकासी । ભાવાર્થ :- અહંતુ અરિષ્ટનેમિની આઠમા યુગ પુરુષ સુધી યુગાન્તર ભૂમિ રહી અર્થાત્ તેમની આઠ પાટ સુધી મોક્ષ ગમનનો ક્રમ ચાલુ રહ્યો અને તેઓને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી બે વર્ષે મોક્ષે જવાની શરૂઆત થઈ અર્થાત્ તેઓની પર્યાયાન્તકર ભૂમિ બે વર્ષની છે. વિવેચન :અંતરમૂની - અંતકર કર્મોનો અંત કરી મોક્ષમાં જનારા જીવો, ભૂમિ-કાળ. મોક્ષગામી જીવોનો કાળ બે પ્રકારનો કહ્યો છે.