________________
સ્થાન-૮
૨૪૫
ભરતેશ્વરના આઠ પટોધર રાજા - |३९ भरहस्स णं रण्णो चाउरंतचक्कवट्टिस्स अट्ठ पुरिसजुगाई अणुबद्धं सिद्धाई बुद्धाइ मुत्ताइं अंतगडाइं परिणिव्वुडाइं सव्वदुक्खप्पहीणाई, तं जहा- आइच्चजसे, महाजसे, अइबले, महाबले, तेयवीरिए कत्तवीरिए दंडवीरिए, जलवीरिए । ભાવાર્થ :- ચાતુરંત ચક્રવર્તી ભરત રાજાના આઠ પટોધર રાજાઓ અનુક્રમથી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત અને સમસ્ત દુઃખોથી રહિત થયા, તે આ પ્રમાણે છે– (૧) આદિત્યયશ, (૨) મહાયશ, (૩) અતિબલ, (૪) મહાબલ, (૫) તેજોવીર્ય, (૬) કાર્તવીર્ય, (૭) દંડવીર્ય, (૮) જલવીર્ય. પાર્શ્વનાથના ગણ અને ગણધર :४० पासस्स णं अरहओ पुरिसादाणियस्स अट्ठ गणा अट्ठ गणहरा होत्था, तं ગા-ગુખે, અનવોને, વસિદ્, મારી, સોને, સિરિયર, વીરમદું, નસોમદ્ . ભાવાર્થ :- પુરુષાદાનીય(લોક–પ્રિય) અહેતુ પાર્શ્વનાથના આઠ ગણ અને આઠ ગણધર થયા છે, તે આ પ્રમાણે છે– (૧) શુભ, (૨) આર્યઘોષ, (૩) વશિષ્ઠ, (૪) બ્રહ્મચારી, (૫) સોમ, (૬) શ્રીધર, (૭) વીરભદ્ર, (૮) યશોભદ્ર. દર્શનના પ્રકાર :४१ अट्ठविहे दंसणे पण्णत्ते, तं जहा- सम्मदसणे, मिच्छदसणे, सम्मामिच्छदंसणे, चक्खुदसणे, अचक्खुदंसणे, ओहिदसणे, केवलदसणे, सुविणदसणे । ભાવાર્થ :- દર્શનના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સમ્યગ્દર્શન, (૨) મિથ્યાદર્શન, (૩) સમ્યમિથ્યાદર્શન (૪) ચક્ષુદર્શન, (૫) અચક્ષુદર્શન, (૬) અવધિદર્શન, (૭) કેવલદર્શન, (૮) સ્વપ્ન દર્શન. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સ્વપ્નદર્શન સહિત આઠ પ્રકારના દર્શનનું કથન છે. સ્થાન-૭, સૂત્ર-૭૪માં સાત પ્રકારના દર્શનનું કથન છે. પ્રથમના ત્રણ પ્રકાર દર્શન મોહનીયના ક્ષય, ક્ષયોપશમ, ઉદયથી પ્રાપ્ત થાય છે અને પછીના ચાર પ્રકાર દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ, ક્ષયથી પ્રાપ્ત થાય છે. સ્વપ્નદર્શન દર્શનાવરણીય કર્મના ઉદયજન્ય છે. ઓપમિક કાલ:४२ अट्ठविहे अद्धोवमिए पण्णत्ते । तं जहा- पलिओवमे, सागरोवमे,