________________
૨૪૪
શ્રી ઠાણાંગ સૂત્ર
ભાવાર્થ:- ચૌરિન્દ્રિય જીવોની ઘાત ન કરનારને આઠ પ્રકારે સંયમ થાય છે, તે આ પ્રમાણે છે- તે જીવ ચક્ષુરિન્દ્રિય સંબંધી સુખનો વિયોગ કરતા નથી કાવત્ સ્પર્શેન્દ્રિય સંબંધી દુઃખનો સંયોગ કરતા નથી. ३७ चरिंदिया णं जीवा समारभमाणस्स अट्ठविहे असंजमे कज्जइ, तं जहा- चक्खुमाओ सोक्खाओ ववरोवेत्ता भवइ जाव फासामएणं दुक्खेणं संजोगेत्ता भवइ । ભાવાર્થ :- ચૌરિદ્રિય જીવોની ઘાત કરનારાને આઠ પ્રકારે અસંયમ થાય છે, તે આ પ્રમાણે છેચક્ષુરિન્દ્રિય સંબંધી સુખનો વિયોગ કરે છે યાવત્ સ્પર્શનેન્દ્રિય સંબંધી દુઃખનો સંયોગ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આઠ પ્રકારના સંયમ-અસંયમનું કથન કર્યું છે. ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય, તે ચાર ઇન્દ્રિયજન્ય સુખનો વિયોગ અને દુઃખનો સંયોગ કરવાથી આઠ પ્રકારનો અસંયમ થાય છે અને તેનો ત્યાગ કરવાથી આઠ પ્રકારનો સંયમ થાય છે. સ્થાન-૫, ઉદ્દે.-૨ સૂત્ર– ૩૮-૪૩માં પાંચ સ્થાવરની અપેક્ષાએ, એકેન્દ્રિયાદિ પાંચ જાતિની અપેક્ષાએ અને પાંચ ઇન્દ્રિયની અપેક્ષાએ પાંચ પ્રકારના સંયમ-અસંયમનું કથન છે.
આઠ સૂક્ષ્મઃ३८ अट्ठ सुहुमा पण्णत्ता, तं जहा- पाणसुहुमे, पणगसुहुमे, बीयसुहुमे, हरियसुहुमे, पुप्फसुहुमे, अंडसुहुमे, लेणसुहुमे, सिणेहसुहुमे । ભાવાર્થ :- જીવના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) પ્રાણ સૂક્ષ્મ- કુંથું આદિ પ્રાણી (૨) પનક સૂક્ષ્મ- પંચવર્ણી લીલફૂગ (૩) બીજ સૂક્ષ્મ- રાજગરાના બીજ, ખસખસના દાણા વગેરે સૂક્ષ્મ બીજ (૪) હરિત સૂક્ષ્મ-બીજમાંથી કોંટો ફૂટે તે. (૫) પુષ્પસૂક્ષ્મ- વડ, પીપળ આદિના સૂક્ષ્મ પુષ્પ (૬) અંડ સૂક્ષ્મ- માખી, કીડી આદિના સૂક્ષ્મ ઈડા (૭) લયન સૂક્ષ્મ- કીડીના દર આદિ (૮) સ્નેહ સૂક્ષ્મઝાકળ, ઠાર, ધુમ્મસ આદિ પાણીના સૂક્ષ્મ જીવ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આઠ સૂક્ષ્મનું કથન છે. અહીં સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા સૂક્ષ્મ સ્થાવરકાય જીવોનું ગ્રહણ નથી. સૂત્રોક્ત આઠે પ્રકારના જીવો બાદર હોવા છતાં તેનું શરીર અતિ સૂક્ષ્મ હોવાથી તેને સૂક્ષ્મ કહ્યા છે. શ્રી દશવૈકાલિક સૂત્રના અધ્યયન-૮, ગાથા-૧૫માં આઠ પ્રકારના સૂક્ષ્મનું કથન છે. પ્રાણ સૂક્ષ્મ જીવો બેઠા હોય ત્યારે દેખાતા નથી પણ હલનચલન કરે તો જ દેખાય છે. શેષ સૂક્ષ્મ શબ્દાર્થથી સ્પષ્ટ છે.