________________
સ્થાન-૮
૨૫૩
ભાવાર્થ :- પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તી રાજાનું કાકણિરત્ન વજનની અપેક્ષાએ આઠ સુવર્ણ પ્રમાણવાળું હોય છે. તેને છ તલ, બાર ખૂણા, આઠ કર્ણિકા હોય છે. તેનું સંસ્થાન એરણ જેવું હોય છે. વિવેચન :
‘સુવર્ણ એટલે પ્રાચીન કાળનો સોનાનો સિક્કો. તેનું વજન એંસી(0) ચણોઠી પ્રમાણ હતું.
આ માપ ભરત-ચક્રવર્તીના કાલાનુસાર જાણવું જોઈએ અને બધા ચક્રવર્તીઓના કાકણિરત્ન પોત પોતાના સમય પ્રમાણે હોય છે. તેનો આકાર એરણ જેવો હોય છે. માગધ-યોજનનું માપ:|६१ मागहस्स णं जोयणस्स अट्ठ धणुसहस्साई णिधत्ते पण्णत्ते । ભાવાર્થ :- માગધદેશમાં યોજનનું પ્રમાણ આઠ હજાર ધનુષ્ય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મગધદેશમાં પ્રચલિત યોજનનું માપ દર્શાવ્યું છે. માથાત્ વિવાર योजनं स्यादिति प्रतिपादितं, तत्र यस्मिन् देशे षोडशभिर्धनुः शतैगव्यूतं स्यात्तत्रषड्भिः सहैश्चतुर्भिः શૌર્ધનુષ યોગ અવતતિ -[સ્થાનાંગ વૃત્તિ)તેના ઉપરથી ફલિત થાય છે કે અન્ય દેશોમાંયોજનનું માપ ભિન્ન-ભિન્નરૂપે પ્રચલિત હશે. મગધમાં ૮000 ધનુષ્યનો એક યોજન અને અન્ય દેશોમાં ૬૪૦૦ ધનુષ્યનું એક યોજન પ્રચલિત હતું. જંબૂવૃક્ષ અને કૂટ શાલ્મલી વૃક્ષની ઊંચાઈ:६२ जंबू णं सुदंसणा अट्ठ जोयणाई उड्ढें उच्चत्तेणं, बहुमज्झदेसभाए अट्ठ जोयणाई विक्खंभेणं, साइरेगाइं अट्ठ जोयणाई सव्वग्गेणं पण्णत्ता । कूडसामली णं अट्ठ जोयणाई एवं चेव । ભાવાર્થ :- સુદર્શન જંબૂવૃક્ષ આઠ યોજન ઊંચુ, બહુમધ્ય ભાગમાં આઠ યોજન પહોળું અને સર્વ પરિમાણમાં(સંપૂર્ણ વૃક્ષની ઊંચાઈ) સાધિક આઠ યોજન છે. કૂટશાલ્મલી વૃક્ષ પણ આઠ યોજન પ્રમાણ વાળું છે. વિવેચન :
જંબૂઢીપના ઉત્તરકુરુ ક્ષેત્રના પૂર્વાર્ધમાં સુદર્શન જંબૂવૃક્ષ સ્થિત છે. સોનં- સર્વ પરિમાણ. અહીં જે સાધિક આઠ યોજનની ઊંચાઈ કહી છે તે જમીનમાં ઊંડાઈની અપેક્ષાએ છે. જંબુવૃક્ષની જમીનથી ઉપર ઊંચાઈ આઠ યોજન છે અને તે જમીનમાં બે ગાઉ ઊંડું છે; તેથી કુલ ઊંચાઈ બે ગાઉ અધિક આઠ યોજનની છે. અહીં અધિક શબ્દથી બે ગાઉ ગ્રહણ કરવાના છે.