________________
૨૪૨
શ્રી ઠાણાગ સૂત્ર-૨
જીવો વાયુ-હવાનો સ્પર્શાદિ અનુભવ કરી શકે છે પરંતુ તેને જોઈ શકતા નથી. કેવળી ભગવાન તેને જોઈ શકે છે. આયુર્વેદ પ્રકાર:३० अट्ठविहे आउवेदे पण्णत्ते, तं जहा- कुमारभिच्चे, कायतिगिच्छा, सालाई, सल्लहत्ता, जंगोली, भूइविज्जा, खारतंते, रसायणे । ભાવાર્થ - આયુર્વેદના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) કુમારભૃત્ય- બાળકોનું ભરણપોષણ અને બાળરોગોના ઇલાજ બતાવતું શાસ્ત્ર. (૨) કાયચિકિત્સા- તાવ, કોઢ વગેરે શારીરિક રોગોના ઇલાજ બતાવતું શાસ્ત્ર. (૩) શાલાક્ય- શલાકા લોઢાની ગરમ સળી દ્વારા કાન, નાક, મુખાદિના રોગોના ઇલાજ બતાવતું શાસ્ત્ર. (૪) શલ્મહત્યા- શરીરમાં તીરાદિ ખેંચી ગયા હોય તેને બહાર કાઢી, તેનો ઇલાજ બતાવતું શાસ્ત્ર. શરીરના કોઈ સ્થાનમાં ચેકો મૂકી ગાંઠ વગેરે કાઢી નાંખવાના (ઓપરેશન)ના ઉપાય બતાવતું શાસ્ત્ર. (૫) જંગોલી- સર્પ, વીંછી વગેરેના વિષ ઉપશમનના ઇલાજ બતાવતું શાસ્ત્ર. (૬) ભૂતવિદ્યા-ભૂત, પિશાચ, ગૃહ, પિતૃ જનિત ઉપસર્ગના ઉપશમન, શાંતિકર્મ બતાવતું શાસ્ત્ર. (૭) ક્ષારતંત્રવીર્યવર્ધક ઔષધિઓ, વીર્ય અલન અટકાવવાના ઉપાય બતાવતું શાસ્ત્ર (૮) રસાયણ પારદ વગેરેના રસ દ્વારા આયુષ્ય, બુદ્ધિની વૃદ્ધિ, સદા યુવાન રહેવાના ઉપાય બતાવતું શાસ્ત્ર.
વિવેચન :
આયુ એટલે જીવન અને વેદ એટલે જાણવું. જીવનનું સંરક્ષણ, રોગોના પ્રતિકારના ઉપાયો જેના દ્વારા જાણી શકાય તે આયુર્વેદ. જે શાસ્ત્રના બોધ દ્વારા મનુષ્ય વ્યાધિઓનો પ્રતિકાર કરી, પચ્યાહારનું સેવન કરી, તંદુરસ્ત જીવન પ્રાપ્ત કરે છે, તે શાસ્ત્રને આયુર્વેદ કહે છે. તેના પ્રકાર સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
અગમહિષીઓ - |३१ सक्कस्स णं देविंदस्स देवरण्णो अट्ठ अग्गमहिसीओ पण्णत्ताओ, तं નહ- પ૩ના, સિવા, રવી, અંગૂ, અમિતા, મચ્છર, ખનિયા, રોહિણી ! ભાવાર્થ - દેવેન્દ્ર દેવરાજ શક્રની આઠ અગ્રમહિષીઓ છે, તે આ પ્રમાણે– (૧) પદ્મા, (૨) શિવા, (૩) શચી, (૪) અંજુ, (૫) અમલા, (૬) અપ્સરા, (૭) નવમિકા, (૮) રોહિણી. ३२ ईसाणस्स णं देविंदस्स देवरण्णो अट्ठ अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा
પણ, દરા, સીમા, રામરહિતા, વ, વાપુરા, વસુમિત્તા, વસુંધરા ભાવાર્થ-દેવેન્દ્ર દેવરાજ ઈશાનની આઠ અગ્રમહિષીઓ છે, તે આ પ્રમાણે- (૧) કૃષ્ણા, (૨) કૃષ્ણરાજી, (૩) રામા, (૪) રામરક્ષિતા, (૫) વસુ, (૬) વસુગુપ્તા, (૭) વસુમિત્રા, (૮) વસુન્ધરા.