________________
| ૨૪૦]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
વસ્તુ છે. (૭) આધાર, કાલ, ભાવમાં સપ્તમી વિભક્તિ, જેમ કે- તે ફલાદિ આમાં છે. (૮) સંબોધન આમંત્રણ અર્થમાં અષ્ટમી વિભક્તિ, જેમ કે- હે યુવાન !
વિવેચન :
આ સૂત્ર દ્વારા સૂત્રકારે વચન વિભક્તિનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. જે કહેવાય તે વચન અને તે વચનોના કર્તા કર્મરૂપ અર્થ જેના દ્વારા પ્રગટ થાય તે વિભક્તિ, વચનપદોની વિભક્તિ તે વચન વિભક્તિ કહેવાય છે. જેમકે લક્ષ્મણે રામને ફળ આપ્યું. લક્ષ્મણ, રામ અને ફળ વચન છે. 'એ' અને 'ને' વિભક્તિ છે. વચનને વિભક્તિ લાગવાથી લક્ષ્મણ કર્તા, ફળ કર્મ અને રામ સંપ્રદાન છે, તેમ જાણી શકાય છે. આ સુત્રમાં નામ તથા સર્વનામને લાગતી વિભક્તિનું કથન છે. ક્રિયાપદની વિભક્તિનું કથન નથી. તે આઠ વિભક્તિનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે(૧) પ્રથમા વિભક્તિ-કર્તા કારક :- જે નામ કે સર્વનામ કર્તા અર્થમાં પ્રયુક્ત થાય, તેને માટે પ્રથમ વિભક્તિનો પ્રયોગ કરાય છે. ગુજરાતીમાં પ્રથમા વિભક્તિમાં ક્યારેક 'એ' પ્રત્યય લાગે છે તો ક્યારેક પ્રત્યય લાગતો નથી. જેમ કે– રામે ફળ ખાધું. અહીં રામ કર્યા છે તેને 'એ' પ્રત્યય લાગ્યો છે. 'રામ જાય છે' આ વાક્યમાં કર્તા રામને કોઈ પ્રત્યય લાગ્યો નથી. સંક્ષેપમાં કર્તા કારકનો પ્રત્યય 'એ' છે. (૨) દ્વિતીયાવિભક્તિકર્મકારક - જેના પર ક્રિયાનું ફળ લાગુ પડે છે અથવા ક્રિયામાં પ્રવર્તિત કરાવવાની ઇચ્છા ઉત્પન્ન કરવા ઉપદેશ આપે છે. ઉપદેશ અર્થમાં દ્વિતીયા વિભક્તિનો પ્રયોગ થાય છે. જેમ કે– રામે ફળને ખાધું. ખાવારૂપ ક્રિયાની અસર ફળ પર પડે છે માટે અહીં ફળ કર્મ કહેવાય છે. ગુજરાતી ભાષામાં કર્મકારકમાં ક્યારેક 'ને' પ્રત્યય લાગે છે, ક્યારેક પ્રત્યય લાગતા નથી 'રામે ફળ ખાધુ' આ વાક્યમાં ફળ કર્મ છે. તેને પ્રત્યય લાગ્યો નથી. (૩) તૃતીયા વિભક્તિ-કરણ કારક :- ક્રિયાની સિદ્ધિમાં જે સૌથી વધુ સહાયક અને ઉપકારક સાધન હોય તે કરણ કહેવાય છે. જેમ કે- કઠિયારો કુહાડીથી લાકડું કાપે છે, તે સોયથી વસ્ત્ર સાંધે છે. અહીં કાપવારૂપ અને સાંધવારૂપ ક્રિયામાં કુહાડી અને સોય સહાયક સાધન છે માટે તે કરણ કહેવાય અને તેને તૃતીયા વિભક્તિનો પ્રત્યય—'થી' લાગેલો છે. કરણ કારકના પ્રત્યય છે– 'થી, થકી, વડે અને દ્વારા' (૪) ચતુર્થી વિભક્તિ-સંપ્રદાન કારક - જેને માટે ક્રિયા કરાય છે તે સંપ્રદાન કહેવાય છે. જેમ કેસીતા રામને માટે માળા ગૂંથે છે. અહીં ગૂંથવારૂપ ક્રિયા રામને માટે કરાય છે, તેથી રામને માટે ચતુર્થી વિભક્તિનો પ્રયોગ થયો છે. ચતુર્થીનો પ્રત્યય છે– માટે. નમઃ, સ્વાહા જેવા પદ જેના માટે વપરાય તેના માટે પણ ચતુર્થીના પ્રત્યય સંસ્કૃત, પ્રાકૃત ભાષામાં વપરાય છે. જેમ કે ગુરવે નમઃ | ગુરુને નમસ્કાર. અહીં 'ગુરુ' શબ્દ માટે ચતુર્થી વિભક્તિનો પ્રયોગ થયો છે. (૫) પંચમી વિભક્તિ-અપાદાન કારક :- પૃથક થાય છે કે અલગ પડે છે, તેવો બોધ જેનાથી થાય તે અપાદાન કહેવાય છે. જેમ કે- વૃક્ષ પરથી ફૂલ પડ્યું, છાપરા ઉપરથી પક્ષી ઊડ્યું. વૃક્ષ અને ફૂલ છૂટા પડે છે. અહીં ફૂલ તો કર્તા છે, તે વૃક્ષ પરથી અલગ થાય છે તેથી વૃક્ષને માટે પંચમી વિભક્તિનો પ્રયોગ છે.