________________
૨૩૬ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
ભાવાર્થઃ- આઠ ગુણોથી સંપન્ન અણગાર આલોચના સાંભળવા માટે યોગ્ય હોય છે, તે આ પ્રમાણે છે
(૧) આચારવાન- જ્ઞાન દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય, આ પાંચ આચારથી સંપન્ન હોય. (૨) આધારવાન- આલોચના લેનાર, જે જે અતિચારોની આલોચના કરે, તે સર્વ અતિચારોના જાણકાર હોય. (૩) વ્યવહારવાન– આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીત, આ પાંચ પ્રકારના વ્યવહારના જ્ઞાતા હોય. (૪) અપવ્રીડક આલોચના કરનાર વ્યક્તિ લજ્જા તથા સંકોચથી મુક્ત થઈ યથાર્થ આલોચના કરી શકે તેવી પ્રેરણા આપનાર હોય. (૫) પ્રકારી- અપરાધોની આલોચના કરાવી, પ્રાયશ્ચિત આપી, અતિચારની શુદ્ધિ કરાવવામાં સમર્થ હોય. (૬) અપરિશ્રાવી- આલોચકના દોષો બીજાની સામે પ્રગટ કરનાર ન હોય. ગંભીર વ્યક્તિ જ આલોચના સાંભળી શકે છે. (૭) નિર્યાપક– સાધક મોટા પ્રાયશ્ચિત્તનું પણ વહન કરી શકે, તે રીતે સહયોગ આપનાર હોય. (૮) અપાયદર્શી પ્રાયશ્ચિત્તનો ભંગ થવાથી તથા અસમ્યગુ આરાધનાથી ઉત્પન્ન દોષોને બતાવનાર હોય. |२२ अट्ठहिं ठाणेहिं संपण्णे अणगारे अरिहइ अत्तदोसमालोइत्तए, तं जहाजाइसंपण्णे, कुलसंपण्णे, विणयसंपण्णे, णाणसंपण्णे, दसणसंपण्णे, चरित्तसंपण्णे, હેતે, વંતે ! ભાવાર્થ :- આઠ ગુણથી સંપન્ન અણગાર પોતાના દોષોની આલોચના કરવા માટે યોગ્ય હોય છે. (૧) જાતિ સંપન્ન (૨) કુલ સંપન્ન (૩) વિનય સંપન્ન (૪) જ્ઞાન સંપન્ન (૫) દર્શન સંપન્ન (૬) ચારિત્ર સંપન્ન (૭) ક્ષમાશીલ (૮) જિતેન્દ્રિય. વિવેચન :
સ્થાન-૧૦, સૂત્ર-૩, ૬૪માં આલોચકના અમારી અને અપશ્ચાતુતાપી તથા આલોચના કરાવનારના પ્રિયધર્મા, દઢધર્મા આ બે-બે ગુણ સહિત દસ-દસ ગુણોનું કથન છે.
પ્રાયશ્ચિત્ત પ્રકાર :
|२३ अट्ठविहे पायच्छित्ते पण्णत्ते, तं जहा- आलोयणारिहे, पडिक्कमणारिहे, तदुभयारिहे, विवेगारिहे, विउसग्गारिहे, तवारिहे, छेयारिहे, मूलारिहे । ભાવાર્થ :- પ્રાયશ્ચિત્તના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે– (૧) આલોચના યોગ્ય (૨) પ્રતિક્રમણ યોગ્ય (૩) આલોચના અને પ્રતિક્રમણ ઉભય યોગ્ય (૪) વિવેક યોગ્ય (૫) વ્યુત્સર્ગ યોગ્ય (૬) તપ યોગ્ય (૭) છેદ– દીક્ષા પર્યાયના છેદથી શુદ્ધિને યોગ્ય (૮) મૂળ– મહાવ્રતના પુનઃ આરોપણથી શુદ્ધિને યોગ્ય. વિવેચન :
સ્થાન-૬, સૂત્ર-૧૮ માં પ્રથમ છ પ્રકારના પ્રાયશ્ચિત્તનું નિરૂપણ છે અહીં છેદ અને મૂળ પ્રાયશ્ચિત્ત