________________
સ્થાન-૮
૨૩૫ |
જાણકાર હોય. (૮) સંગ્રહપરિણાસંપદા–સંઘ વ્યવસ્થામાં નિપુણ હોય. જ્ઞાન, દર્શન, ચારિત્રના સહયોગી બાહ્ય સાધનોનો ઉપયોગપૂર્વક સંગ્રહ કરનારા હોય.
મહાનિધિઃ| १९ एगमेगे णं महाणिही अट्ठचक्कवालपइट्ठाणे अट्ठट्ठजोयणाई उठं उच्चत्तेणं પw 7 ભાવાર્થ – ચક્રવર્તીની પ્રત્યેક મહાનિધિ આઠ-આઠ ચક્રના આધારે છે અને તે આઠ-આઠ યોજન ઊંચી છે. સમિતિઃ२० अट्ठ समईओ पण्णत्ताओ, तं जहा- इरियासमिइ, भासासमिइ, एसणासमिइ, आयाणभंड-मत्तणिक्खेवणा-समिइ, उच्चारपासवण-खेलसिंघाणजल्लपरिट्ठावणिया- समिइ, मणसमिइ, वइसमिइ, कायसमिइ । ભાવાર્થ – સમિતિના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઈસમિતિ– સમ્ય રીતે ગમન કરવું. (૨) ભાષાસમિતિ- સમ્યગ્ રીતે બોલવું. (૩) એષણાસમિતિ- સમ્યગૂ રીતે આહારાદિને ગ્રહણ કરવા (૪) આદાન ભંડ માત્ર નિક્ષેપણા સમિતિ- ઉપકરણોને સમ્યગુ રીતે લેવા-મૂકવા. (૫) ઉચ્ચાર પ્રસવણ ખેલ જલ સિંઘાણ પરિષ્ઠાપના સમિતિ- વડીનીતાદિનો સમ્યગ્ રીતે ત્યાગ કરવો (૬) મનસમિતિમનયોગનું સભ્ય પ્રવર્તન કરવું. (૭) વચનસમિતિ–વચનયોગનું સમ્યક્ પ્રવર્તન કરવું (૮) કાયસમિતિ કાયયોગનું સમ્યક્ પ્રવર્તન કરવું.
વિવેચન :
આગમ ગ્રંથોમાં પાંચ સમિતિ અને મન, વચન, કાયા આ ત્રણ ગુપ્તિનું કથન છે. અહીં તે આઠેને સમિતિ કહી છે. સમિ– સમ્યક પ્રવર્તન, ઉપયોગપૂર્વક-સમ્યક પ્રકારની પ્રવૃત્તિ. ગુપ્તિનો અર્થ છે ગોપન, નિરોધ કરવો. મન, વચન, કાયાનો નિરોધ થાય ત્યારે તેને ગુપ્તિ અને જ્યારે તેનું સમ્યક પ્રવર્તન થાય ત્યારે તેને સમિતિ કહે છે. સૂત્રકારે અહીં મનાદિના સમ્યક પ્રવર્તનની અપેક્ષાએ તેને સમિતિ કહી છે.
આલોચના કરાવનાર-કરનારના ગુણ :२१ अट्ठहिं ठाणेहिं संपण्णे अणगारे अरिहइ आलोयणं पडिच्छित्तए, तं जहा- आयारवं, आधारवं, ववहारवं, ओवीलए, पकुव्वए, अपरिस्साई, णिज्जावए, अवाय- दंसी ।