________________
૨૩૪ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
સકર્મા છે. જીવની મનુષ્યાદિ અવસ્થાઓ કર્મ આધારિત જ છે. (૭) અજીવ જીવ દ્વારા સંગ્રહિત છે. શરીર, કર્મ વગેરે જીવના સંગ્રહરૂપ છે. જીવ કર્મ બાંધે છે, કર્મનો સંચય કરે છે તે અપેક્ષાએ અજીવને જીવ દ્વારા સંગ્રહિત કહ્યા છે. (૮) જીવ કર્મ દ્વારા સંગ્રહિત છે. સંસારી જીવ, કર્માનુસાર જ વિવિધ અવસ્થાઓ પ્રાપ્ત કરે છે.
જીવ અને પુદ્ગલ એકબીજાના ઉપકારી છે, માટે તે બંને પરસ્પર એક બીજાના આધાર રૂપ છે. જીવ કર્મ બાંધે છે તો કર્મ દ્વારા બંધાઈને જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે, આ રીતે તે બંને પરસ્પર સંગ્રહિત છે.
અહીં પાંચમા અને સાતમા બોલના તથા છઠ્ઠા તથા આઠમા બોલના કથનમાં માત્ર વિવક્ષા ભેદ છે, તાત્વિક ભેદ નથી. ગણિસંપદા:१८ अट्ठविहा गणिसंपया पण्णत्ता, तं जहा- आयारसंपया, सुयसंपया, सरीरसंपया, वयणसंपया, वायणासंपया, मइसंपया, पओगमईसंपया, संगहपरिण्णा णाम अट्ठमा । ભાવાર્થ :- ગણિ (આચાર્ય) સંપદાના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આચારસંપદા (૨) શ્રુતસંપદા (૩) શરીરસંપદા (૪) વચનસંપદા (૫) વાચનાસંપદા (૬) મતિસંપદા (૭) પ્રયોગસંપદા () સંગ્રહપરિજ્ઞા. વિવેચન :સંપદા - સમૃદ્ધિ. જ્ઞાનાદિ આત્મગુણોની સંપત્તિ. આચાર્યને સમગ્ર ગણનું સંચાલન કરવાનું હોય છે તેથી તે સ્વયં જ્ઞાન, દર્શન, આચાર, વિચારથી સમૃદ્ધ હોય, તો જ શિષ્ય પરિવારનો સર્વાગી વિકાસ કરાવી શકે છે. તે દષ્ટિકોણથી શાસ્ત્રકારે આચાર્યની આઠ સંપદાનું કથન કર્યું છે. શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રમાં આઠ સંપદાનું ભેદ-પ્રભેદથી વર્ણન છે. સંક્ષિપ્તમાં તે આ પ્રમાણે છે(૧) આચારસંપદા- સંયમ સમૃદ્ધિ. ચારિત્રનું દઢતાથી પાલન કરતા હોય. (૨) શ્રુતસંપદા- શ્રત સમૃદ્ધિ. સમગ્ર શાસ્ત્રોના જ્ઞાતા હોય. જ્ઞાન-પ્રચાર અને પ્રસાર કરવામાં સમર્થ હોય, શ્રોતાના પ્રશ્નોનું સમાધાન કરવાની શક્તિથી યુક્ત હોય. (૩) શરીરસંપદા- શારીરિક સૌંદર્ય. એક પણ અંગ લજ્જાસ્પદ ન હોય, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય પૂર્ણ હોય, સહનન સ્થિર હોય, શરીર સ્વસ્થ હોય. (૪) વચનસંપદાવચનનું કૌશલ્ય. આદય, મધુર, સત્ય, સંતોષકારક, સ્પષ્ટ અને મધ્યસ્થ ભાવે વચન બોલનાર હોય. (૫) વાચનાસંપદા- શિષ્યોને મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી શાસ્ત્રો ભણાવવામાં કુશળ હોય, કયા શિષ્યને કેટલું, કેવું અને ક્યારે અધ્યયન કરાવવું ઉચિત છે; આ સર્વ વાતો જાણતા હોય. (૬) મતિસંપદા- બુદ્ધિ કૌશલ્ય. મતિજ્ઞાનની ઉત્કૃષ્ટતાને મતિ સંપદા કહે છે. અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા, ક્ષિપ્રાદિ ભેદ યુક્ત વિશિષ્ટ બુદ્ધિ સંપન્ન હોય. (૭) પ્રયોગમતિસંપદાવાદ કૌશલ્ય. શાસ્ત્રાર્થના અનુકૂળ-પ્રતિકૂળ સમયના
U SLO