________________
સ્થાન-૮
[ ૨૩૩]
વચન અને કાયસંવર સહિત આઠ પ્રકારના સંવરનું નિરૂપણ છે. સ્પર્શના આઠ પ્રકાર:
૬ ૬ પાણત્તા, તં નહ- વે શ્વરે, ૩, , નgs, સી, ૩સિને, ગિદ્ધ, 19 / ભાવાર્થ :- સ્પર્શના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) કર્કશ (૨) મૃદુ (૩) ગુરુ (૪) લઘુ (૫) શીત (૬) ઉષ્ણ (૭) સ્નિગ્ધ (૮) રુક્ષ. લોકસ્થિતિઃ| १७ अट्ठविहा लोगट्ठिई पण्णत्ता, तं जहा- आगासपइट्ठिए वाए, वायपइट्ठिए उदही, उदहिपइट्ठिया पुढवी, पुढविपइट्ठिया तसा थावरा पाणा, अजीवा जीवपइट्ठिया जीवा कम्मपइट्ठिया, अजीवा जीवसंगहिया, जीवा कम्मसंगहिया। ભાવાર્થ :- લોક સ્થિતિના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) વાયુતનુવાત આકાશના આધારે રહે છે (૨) ઘનોદધિ વાયુના આધારે રહે છે (૩) પૃથ્વી ઘનોદધિના આધારે રહે છે (૪) ત્ર-સ્થાવર પ્રાણીઓ પૃથ્વીના આધારે રહે છે (૫) અજીવ(શરીર)જીવના આધારે રહે છે (૬) જીવ કર્મના આધારે રહે છે (૭) અજીવ જીવ દ્વારા સંગ્રહિત છે (૮) જીવ કર્મ દ્વારા સંગ્રહિત છે.
વિવેચન :
સ્થાન-૩, ઉદ્-૨, સૂત્ર-૨૩માં ત્રણ પ્રકારની, સ્થાન-૪, ઉદ્-૨, સૂત્ર-૩૯માં ચાર પ્રકારની અને સ્થાન-૬, સૂત્ર-૩૪માં છ પ્રકારની લોક સ્થિતિનું નિરૂપણ છે. અહીં અંતિમ બે બોલ સહિત આઠ પ્રકારની લોક સ્થિતિનું કથન છે. જીવ અને અજીવમાં પરસ્પર આધાર-આધેય ભાવ છે તેથી તે બંનેને પરસ્પર પ્રતિષ્ઠિત કહ્યા છે અને જીવ અને અજીવમાં પરસ્પર સંગ્રાહ્ય-સંગ્રાહક ભાવ છે તેથી તે બંનેને પરસ્પર સંગ્રહિત કહ્યા છે. તે લોક સ્થિતિ આ પ્રમાણે છે
(૧) આકાશના આધારે વાયુ રહે છે. વાયુના બે પ્રકાર છે.- ૧. તનુવાત-પાતળી હવા અને ૨. ઘનવાત- ઘનીભૂત થયેલી હવા, ઘટ્ટ હવા. આકાશના આધારે તનુવાત અને તનુવાતના આધારે ઘનવાત રહે છે. (૨) વાયુ(ઘનવાયુ)ના આધારે ઉદધિ-પાણી રહે છે. અર્થાત્ ઘનવાયુના આધારે ઘનોદધિ-હિમશિલા જેવું ઘન પાણી છે. (૩) ઘનોદધિના આધારે પૃથ્વી છે. (૪) પૃથ્વીના આધારે ત્ર-સ્થાવર પ્રાણી રહે છે. આ કથન સ્કૂલ દષ્ટિએ જ સમજવું. સૂક્ષ્મ જીવ આખા લોકમાં છે. સૂક્ષ્મ જીવ તથા વાયુ વગેરે પૃથ્વી આધારિત નથી. (૫) જીવના આધારે અજીવ રહે છે. વૃત્તિકારે અજીવનો અર્થ ઔદારિકાદિ શરીર કર્યો છે. મળવા વારિવવિપુલકાતા: | -સ્થાનાંગ વૃત્તિ. (૬) કર્મના આધારે જીવ રહે છે. સંસારી જીવો