________________
સ્થાન-૮.
૨૩૭
સહિત આઠ પ્રકારના પ્રાયશ્ચિત્તનું કથન છે. સ્થાન-૧૦, સૂત્ર-૫માં દશ પ્રકારના પ્રાયશ્ચિત્તનું કથન છે. આઠ મદ:२४ अट्ठ मयट्ठाणा पण्णत्ता, तं जहा- जाइमए, कुलमए, बलमए, रूवमए तवमए, सुयमए, लाभमए, इस्सरियमए । ભાવાર્થ :- મદસ્થાન (અભિમાન ઉત્પાદક નિમિત્તો)ના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જાતિમદ (૨) કુલમદ (૩) બલમદ (૪) રૂપમદ (૫) તપમદ (૬) શ્રતમદ (૭) લાભમદ (૮) ઐશ્વર્યમદ. અક્રિયાવાદી :२५ अट्ठ अकिरियावाई पण्णत्ता, तं जहा- एगावाई, अणेगावाई, मितवाई, णिम्मितवाई, सायवाई, समुच्छेयवाई, णिययवाई, ण संतिपरलोगवाई । ભાવાર્થ:- અક્રિયાવાદીના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે- (૧) એકવાદી– એક જ તત્ત્વને માનનારા (૨) અનેકવાદી- એકત્વનો સર્વથા અસ્વીકાર કરી, અનેકત્વને માનનારા (૩) મિતવાદી- જીવોને પરિમિત માનનારા (૪) નિર્મિતવાદી– ઈશ્વરને સૃષ્ટિના નિર્માતા(ક) માનનારા (૫) સાતાવાદીસુખથી જ સુખની પ્રાપ્તિ માનનારા (૬) સમુચ્છેદવાદી- ક્ષણિકવાદી, વસ્તુને સર્વથા વિનશ્વર માનનારા (૭) નિત્યવાદી- વસ્તુને સર્વથા નિત્ય માનનારા (૮) અસતુ પરલોકવાદી- નાસ્તિત્વ વાદી- મોક્ષ તથા પરલોકને ન માનનારા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અક્રિયાવાદીના આઠ પ્રકારોનું પ્રતિપાદન છે.
શ્રી સૂયગડાંગ સૂત્રના બારમા અધ્યયનમાં ચાર પ્રકારના સમવસરણનું કથન છે. તે ચાર સમવસરણમાં એક અક્રિયાવાદ નામનું સમવસરણ છે. અક્રિયાવાદ:- એકાંતે જીવાદિ પદાર્થોનો નિષેધ કરે, ક્રિયા, કર્મબંધ, કર્મફળ આદિનો સ્વીકાર ન કરે, નિષેધ કરે તે અક્રિયાવાદી કહેવાય છે.
પ્રસ્તુત પ્રસંગમાં અક્રિયાવાદનો પ્રયોગ અનાત્મવાદી અને એકાંતવાદી બે અર્થમાં થયો છે. સૂત્રોક્ત આઠ પ્રકારમાંથી છ પ્રકાર એકાંતવાદી છે અને સમુચ્છેદવાદી અને અસત્પરલોકવાદી અનાત્મવાદી છે. અક્રિયાવાદના ૮૪ ભેદ પ્રસિદ્ધ છે. અહીં આઠમા સ્થાનને અનુલક્ષીને સુત્રકારે તેના આઠ પ્રકાર કહ્યા છે. (૧) એકવાદી :- આ જગતમાં બ્રહ્મ એક જ તત્ત્વ સત્ય છે. જગત મિથ્યા છે, આ પ્રકારની એકવાદી પરંપરાનો સ્વીકાર કરનાર બ્રહ્મ-અદ્વૈતવાદી એકવાદી છે.