________________
સ્થાન-૮
૩૧
પ્રસ્તુત સૂત્રગત આલોચનાના આઠ કારણોને જોતાં સ્પષ્ટ જણાય છે કે આલોચના કરવાનું મુખ્ય કારણ ભય છે. વ્યક્તિને આ ભવ, પરભવ કે ભવાંતરમાં પ્રાપ્ત દુઃખ, અપમાન, અપકીર્તિ આદિનો ભય હોય છે. તેમજ ગુરુ આદિ જાણી લેશે તો બદનામી થશે, એ પણ ભયસ્વરૂપ છે. ખરેખર ! કોઈપણ પ્રકારનો ભય વ્યક્તિને આલોચના કરવા પ્રેરે છે અને પાપ કરતા રોકે છે.
પરંતુ કેટલાક સાધકો વિચારે છે કે છદ્મસ્થ દશામાં દોષ સેવન થવું સહજ છે પરંતુ દોષસેવન પછી જાગૃત થઈને યથાતથ્ય રૂપે તેની આલોચના આદિ કરવી તે સાધકોનું, આરાધક બનવા માટેનું પરમ કર્તવ્ય છે. તેથી તે કોઈપણ પ્રકારના ભય વિના આરાધક બનવા માટે સાધના માર્ગમાં આલોચનાના મહત્ત્વને સમજીને આલોચના કરે છે.
આ રીતે સૂત્રકારે વિવિધ વિચારધારાઓ દ્વારા સાધકોની વિવિધ પ્રકારની કક્ષાને સમજાવી છે.
સૂત્રમાં આલોચના ન કરનારની માનસિક પરિસ્થિતિનું વર્ણન અનેક પ્રકારની અગ્નિની ઉપમાથી કર્યું છે. તેમજ તેને આ ભવ આદિમાં પ્રાપ્ત થતાં ખેદ, શોકાદિનું તાદશ્ય ચિત્ર સૂત્રાર્થમાં સ્પષ્ટ છે. પાપકર્મના નાશ માટે આલોચના અત્યંત આવશ્યક ક્રિયા હોવાથી સૂત્રકારે તેની ક્રમિક પદ્ધતિ સમજાવી છે.
ભાલોદ = દોષોને દોષ રૂપે સ્વીકારી ગુરુ સમક્ષ તેનું યથાતથ્ય નિવેદન કરવું. વિશુદ્ધિ માટેનું આ મહત્ત્વનું અંગ છે. પહિમેગ્ગા = પ્રતિક્રમણ કરવું. તે દોષ સેવન અંગે ‘મિચ્છામિ દુક્કડમ્’ કરવું. વેિખ્ખા = પોતાના દોષો માટે આત્મગ્લાનિ અનુભવવી. આત્મ સાક્ષીએ તેનો પાશ્ચાત્તાપ કરવો. રત્તે જ્ગા - પોતાના દોષો માટે ગુરુની સાક્ષીએ સ્વનિંદા કરવી. વિખ્ખા – દોષ સેવન કરતા અટકી જવું. વિસોòખ્ખા = ફરીથી દોષો ન સેવવાની ભાવના, વિચારણા કરવી, અજળયાત્ અદ્ભુàખ્ખા - પુનઃ તે અતિચારોનું સેવન ન કરવા માટે દઢતમ નિશ્ચય કરવો. અહારિક પાયતિ સવોમાંં = અતિચારને યોગ્ય ગુરુ દ્વારા પ્રદત્ત તપ રૂપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવો.
આલોચનાથી તપ સ્વીકાર પર્યંતની પ્રક્રિયાથી સાધક અતિચારોની શુદ્ધિ કરી શકે છે.
પ્રસ્તુત સૂત્રોના કેટલાક અપ્રસિદ્ધ શબ્દોના ભાવ આ પ્રમાણે છે. પાધિ– નલાગ્નિ–નરકટની અગ્નિ. નળીયાદિ પકાવવાની અર્થાત્ નીંભાડાની અગ્નિ અથવા નરકટ નામના પાતળા લાંબા પાન અને પાતળી ગાંઠવાળા ડીંટિયાવાળો એક છોડ છે, તેની અગ્નિ નરકટ અગ્નિ કહેવાય છે. સોંડિયા મંહિયા.. મોલિયા લિછાળી– સોંડિયા પેટી આકારનું એક વાસણ જેમાં મધ બનાવવામાં આવે છે. તે મધ્ પકાવવા જે અગ્નિ કરવામાં આવે તેને સૂંડિકાગ્નિ કહે છે. વૃત્તિકારે “ડિકા”નો અર્થ હાંડી અને ‘ગોલિકા’નો અર્થ મોટી હાંડી કર્યો છે. તે હાંડીમાં જે અગ્નિ હોય તે ભંડિકાગ્નિ અને ગોલિકાગ્નિ કહેવાય છે. લિંછાિ એટલે ફૂલો. સોંડિય વગેરેને ગરમ કરવાનો ચૂલો. વૃત્તિકા૨ે પ્રાચીન મતના ઉલ્લેખ કરતાં 'સોંડિય' વગેરેને અગ્નિના આશ્રયસ્થાન રૂપ વિભિન્ન પ્રકારના ચૂલા કહ્યા છે.
આત.. મન.. વિળૅ :– આગમોમાં પ્રાયઃ મૃત્યુના વર્ણનમાં આ ત્રણે શબ્દ એક સાથે જોવા