________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
भवे जाई इमाई कुलाई भवंति - अड्डाइं दित्ताइं वित्थिण्ण- विउल- भवणसयणासण जाणवाहणारं बहुधण - बहुजायरूव-रययाइं आओग- पओगसंपउत्ताइं विच्छड्डिय-पउर- भत्तपाणाई बहुदासी- दास-गो- महिस-गवेलयप्पभूयाइं बहुजणस्स अपरिभूयाइं, तहप्पगारेसु कुलेसु पुमत्ताए पच्चायाइ । से णं तत्थ पुमे भवइ सुरूवे सुवण्णे सुगंधे सुरसे सुफासे; इट्ठे कंते पिए मणुणे मणामे, अहीणस्सरे अदीणस्सरे इट्ठस्सरे कंतस्सरे पियस्सरे मणुण्णस्सरे मणामस्सरे आदेज्जवयणे पच्चायाए ।
जाविय से तत्थ बाहिरब्भंतरिया परिसा भवइ, सा वि य णं आढाइ परिजाणाइ महरिहेणं आसणेणं उवणिमंतेइ, भासपि य से भासमाणस्स जाव चत्तारि पंच जणा अणुत्ता चेव अब्भुट्ठेति- बहुं अज्जउत्ते ! भासउ; बहु અન્નત્તે! માલક |
૨૩૦
ભાવાર્થ :- તે દેવ આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય કરીને, દેવલોકમાંથી ચ્યવીને, આ મનુષ્યલોકમાં સમૃદ્ધકુળ, ઉન્નતકુળમાં વિસ્તીર્ણ અને વિપુલ શયનાસન, યાન અને વાહનવાળા, બહુધન, બહુ સુવર્ણ, બહુ ચાંદીવાળા, આયોગ-પ્રયોગ (લેન-દેન)માં સંપ્રયુક્ત, વિપુલ આહાર-પાણીવાળા અનેક દાસી-દાસ, ગાય-ભેંસ, ઘેટા વગેરેથી યુક્ત અને ઘણી વ્યક્તિઓથી અપરાજિત એવા ઉચ્ચ કુળમાં મનુષ્યરૂપે ઉત્પન્ન થાય છે.
ત્યાં તે સુરૂપ, સુવર્ણ, સુગંધ, સુરસ અને સુસ્પર્શ, ઇષ્ટ, કાન્ત, પ્રિય, મનોજ્ઞ, મનોહર, અહીનસ્વર, અદીનસ્વર, ઇષ્ટસ્વર, કાન્તસ્વર, પ્રિયસ્વર, મનોજ્ઞસ્વર, મનોહરસ્વર અને આદેય વચનવાળા હોય છે.
તેની બાહ્ય અને આત્યંતર પરિષદ તેનો આદર કરે છે. તેને પોતાના સ્વામીરૂપે સ્વીકારે છે, મહાન વ્યક્તિને બેસવા યોગ્ય આસન ઉપર બેસવા માટે નિમંત્રિત કરે છે. તે જ્યારે ભાષણ આપવાનો પ્રારંભ કરે છે, ત્યારે ચાર-પાંચ મનુષ્યો અન્ય કોઈના કહ્યા વિના ઊભા થઈને કહે છે— “હે આર્ય પુત્ર ! હજુ વધુ બોલો. હજુ વધારે બોલો.” (આ રીતે તેને વધુ બોલવા માટે સસન્માન પ્રેરણા કરે છે.)
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આલોચના કરવા અને ન કરવાના આઠ-આઠ કારણોના નિર્દેશ સાથે તેના પરિણામનું પ્રતિપાદન છે. આલોચના ન કરવાનું મુખ્ય કારણ માયા કપટનો ભાવ છે.
સ્થાન-૩, ઉર્દૂ.-૩, સૂત્ર-૧માં આલોચના ન કરવાના નવ કારણોનું કથન ત્રણ સૂત્રો દ્વારા કર્યું છે. તેમાંથી આઠ કારણોને અહીં ગ્રહણ કર્યા છે. તેનું વિવેચન પૂર્વવત્ જાણવું.
સ્થાન-૩માં આલોચના કરવાના નવ કારણો ત્રણ સૂત્રો દ્વારા કહ્યા છે. તેમાંથી પ્રથમ ત્રણ કારણોને અહીં ગ્રહણ કર્યા છે. શેષ કારણોમાં ભિન્નતા છે.