________________
સ્થાન-૮
૨૨૩
કોઈપણ પ્રકારની ઉતાવળ કરે તો તે પરિસ્થિતિને સમભાવપૂર્વક સહન કરી શકતા નથી. પરંતુ તે સમયે ધૈર્ય ધારણ કરે તો જ હિંમતપૂર્વક પરિસ્થિતિનો સ્વીકાર કરવામાં તે સફળ થઈ શકે છે. તેથી એકાકી વિચરણ કરનાર શ્રમણ ધૈર્યવાન હોય તે અત્યંત જરૂરી છે.
વીયિસંપળે :– વીર્યસંપન્ન. આ આઠ ગુણોમાં પાંચમો ગુણ ક્ષત્તિમં = શક્તિમાન કહ્યો છે. તે શારીરિક ક્ષમતાની અપેક્ષાએ છે અને વીર્યસંપન્નતામાં પુરુષાકાર પરાક્રમ અર્થાત્ પુરુષાર્થ, ઉત્સાહ, હિંમત વગેરે આંતરિક ગુણોની અપેક્ષાએ છે.
એકાકી શ્રમણને પ્રત્યેક કાર્ય એકાકીપણે જ કરવાના હોય છે. તેથી સંયમ સાધનાના કે શાસન પ્રભાવનાના કાર્યોમાં તેનો ઉત્સાહ અને પરાક્રમ જળવાઈ રહે તે જરૂરી છે. જો ઉત્સાહના સ્થાને આળસ કે પ્રમાદ જેવા અવગુણ પ્રવેશ કરી જાય તો શક્તિ હોવા છતાં તે નિષ્ફળ જાય છે. તેથી એકાકી વિચરણ કરનાર શ્રમણમાં વીર્યસંપન્નતા ગુણની અનિવાર્યતા છે.
આ રીતે બે વિશિષ્ટ ગુણોના કથનથી સૂત્રકારે એકાકી વિચરનાર શ્રમણોની સફળતા માટેનું માર્ગદર્શન આપ્યું છે.
અંડજાદિ યોનિ પ્રકાર :
૨ અક્રુવિષે નોસિંગન્હે પળત્તે, તેં નહીં- અંડયા, પોયયા, નરાયા, રસયા, સંક્ષેડ્યા, સંમુષ્ઠિમા, મિયા, વવાડ્યા ।
ભાવાર્થ :- યોનિસંગ્રહના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અંડજ ઈંડાથી ઉત્પન્ન થનારા પક્ષી, સર્પ આદિ. (૨) પોતજ– ચામડીના આવરણ વિના ઉત્પન્ન થનારા હાથી—સિંહ આદિ. (૩) જરાયુજ– ચર્મ આવરણ રૂપ જરાયુ(જર)થી ઉત્પન્ન થનારા મનુષ્ય વગેરે. (૪) રસજ– કાળ મર્યાદાથી અતિક્રાંત, દૂધ, દહીં, આદિ પદાર્થોમાં રસ પરિવર્તિત થતાં ઉત્પન્ન થનારા જીવ. (૫) સંસ્વેદજ– પસીનાથી ઉત્પન્ન થતાં જૂ, લીખ વગેરે. (૬) સંમૂર્છિમ– તદનુકૂલ પુદ્ગલોના સંયોગથી ઉત્પન્ન થતી ઇયળ વગેરે. (૭) ઉદ્ભિજ્જ– ભૂમિ ભેદથી ઉત્પન્ન થનારા શલભાદિ જીવ અથવા વનસ્પતિ. (૮) ઔપપાતિક– દેવ શય્યા કે નરક કુંભીઓમાં ઉત્પન્ન થનારા દેવ, નારકી.
વિવેચન :
સ્થાન-૭, સૂત્ર-૩માં સાત પ્રકારના યોનિસંગ્રહમાં ‘ઔપપાતિક’ ઉમેરીને અહીં આઠ પ્રકારના યોનિસંગ્રહનું અહીં નિરૂપણ છે.
ઔપપાતિક :– ઉપપાત જન્મ ધારણ કરનારા નારક અને દેવોની ઔપપાતિક યોનિ કહેવાય છે. શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે.