________________
૨૨૪
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
અંડજાદિ જીવોની ગતિ-આગતિઃ
३ अंडया अट्ठाइया अट्ठागइया पण्णत्ता, तं जहा - अंडए अंडएसु उववज्जमाणे अंडरहिंतो वा, पोयएहिंतो वा जाव उववाइएहिंतो वा उववज्जेज्जा ।
से चेव णं से अंडए अंडगत्तं विप्पजहमाणे अंडयत्ताए वा जाव उववाइयत्ताए वा गच्छेज्जा । एवं पोयया वि जराउया वि । सेसाणं गइरागइ णत्थि । ભાવાર્થ :- અંડજ જીવોની આઠ પ્રકારની ગતિ અને આઠ પ્રકારની આગતિ કહી છે, તે આ પ્રમાણે છે– અંડજ જીવ ઈંડાથી, પોતજથી યાવત્ ઔપપાતિકથી આવીને ઉત્પન્ન થાય છે.
તે જ અંડજ જીવ વર્તમાનની અંડજ પર્યાયને છોડીને અંડજ યાવત્ ઔપપાતિકરૂપે ઉત્પન્ન થાય છે. તે જ રીતે પોતજ અને જરાયુજની પણ આઠ ગતિ અને આઠ આતિ જાણવી. શેષ રસજ આદિ જીવોની આઠ પ્રકારની ગતિ અને આતિ નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અંડજ, પોતજ અને જરાયુજ ત્રણ પ્રકારના જીવોની આઠ પ્રકારની ગતિ અને આગતિનું કથન કર્યું છે. શેષ પાંચ પ્રકારના જીવોની આઠ પ્રકારની ગતિ કે આગતિ થતી નથી. કારણ કે રસજ, સંસ્વેદજ વગેરે જીવો સંમૂર્ચ્છિમ હોવાથી નરક કે દેવગતિમાં ઔપપાતિક રૂપે ઉત્પન્ન થતાં નથી અને ઔપપાતિક જીવો પણ રસજ આદિમાં જતા નથી.
કર્મોનો ચય-અપચય :
४ जीवा णं अट्ठ कम्मपगडीओ चिणिसु वा चिणंति वा चिणिस्संति वा, તેં નહીં- બાબાવળિષ્ન, રિક્ષળાવલિન્ગ, લેગિન્ગ, મોન્નભિન્ન, આય, ગામ, શોષ, અંતરાË ।
ભાવાર્થ :- જીવોએ આઠ કર્મ પ્રકૃતિઓનો અતીતકાળમાં સંચય કર્યો હતો, કરે છે અને કરશે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગોત્ર (૮) અંતરાય.
५ णेरइया णं अट्ठ कम्मपगडीओ चिणिसु वा चिणंति वा चिणिस्संति वा एवं चेव । एवं णिरंतरं जाव वेमाणियाणं ।
ભાવાર્થ :- નારકી જીવોએ આઠ કર્મ પ્રકૃતિનો સંચય કર્યો હતો, કરે છે અને કરશે વગે૨ે કથન કરવું. તે જ રીતે વૈમાનિક સુધીના સર્વ દંડકોના જીવોએ આઠ કર્મ પ્રકૃતિનો સંચય કર્યો હતો, કરે છે અને કરશે.