________________
૨૨૨
શ્રી ઠાણાગ સૂત્ર-૨
સ્થાન-૮
એકલ વિહારીના આઠ ગુણ:| १ अट्ठहिं ठाणेहिं संपण्णे अणगारे अरिहइ एगल्लविहारपडिमं उवसंपज्जित्ताणं विहरित्तए, तं जहा- सड्डी पुरिसजाए, सच्चे पुरिसजाए, मेहावी पुरिसजाए बहुस्सुए पुरिसजाए, सत्तिम, अप्पाहिगरणे, धिइम, वीरियसंपण्णे । ભાવાર્થ :- આઠ સ્થાનોથી સંપન્ન અણગાર એકાકી વિહાર પ્રતિમાને સ્વીકારી, એકાકીપણે વિચરવા માટે યોગ્ય છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રદ્ધાવાન પુરુષ (૨) સત્યવાદી પુરુષ (૩) મેધાવી પુરુષ (૪) બહુશ્રુત પુરુષ (૫) શક્તિમાન પુરુષ (૬) અલ્પાધિકરણ પુરુષ (૭) ધૃતિમાન પુરુષ (૮) વીર્યસંપન્ન પુરુષ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં એકલવિહાર પ્રતિમાનો સ્વીકાર કરનાર સાધુના આઠ ગુણોનું કથન છે.
છઠ્ઠા સ્થાનમાં ગણપ્રમુખ-સંઘાડાના મુખ્ય થઈને વિચરણ કરનાર શ્રમણોના આવશ્યક છ ગુણોનું કથન છે. અહીં ધૈર્યવાન અને વીર્યસંપન્ન,બે ગુણ સહિત આઠ ગુણોનું નિરૂપણ છે.
એકલવિહાર કરનાર શ્રમણે પોતાના આત્મવિકાસની જવાબદારી પોતે જ વહન કરવાની હોય છે. સંયમી જીવનમાં તેને વિશેષ જાગૃત અને સાવધાન રહેવાનું હોય છે. તેની સફળતા માટે તેનામાં વિશેષ ગુણોની આવશ્યકતા છે. તેથી જ સૂત્રકારે અહીં સંઘાડા પ્રમુખના ગુણો કરતાં એકલવિહારીના બે વિશેષ ગુણોનું કથન કર્યું છે. છ ગુણોનું કથન સ્થાન-૬, સૂત્ર-૧ પ્રમાણે જાણવું. ધિર્મ :- ધતિમાન, વૈર્યવાન, ઇતિમાનનો અર્થ “દઢ મનોબળ” અથવા “મક્કમ નિર્ધાર’ થાય છે. સાધકે સાધનાનો જે માર્ગ સ્વીકાર્યો છે, તે માર્ગ પર તે જ શ્રદ્ધાથી એકાકીપણે ટકી રહેવા માટે વીરતા હોવી અત્યંત જરૂરી છે.
એકાકી વિચરણ કરનાર શ્રમણે નિર્મિત થતી પ્રત્યેક શારીરિક, માનસિક કે બાહ્ય કોઈપણ વિકટ પરિસ્થિતિઓ એકાકીપણે જ સહન કરવાની હોય છે. વિકટ પરિસ્થિતિમાં જો તે સાધુ ચંચળ બની જાય,