________________
સ્થાન-૮
૨૨૧
ક્ષેત્રમાં પણ જોવા મળે છે. સાધના એકલાએ કરવી કે સંઘ(સમૂહ)માં, આ વિષય પર જૈનાગમોમાં સર્વાંગીણ દષ્ટિથી વિચાર કર્યો છે. જૈનદર્શનમાં સંઘ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. સાધક સંઘમાં દીક્ષિત થઇ, આધ્યાત્મિક વિકાસ કરે છે. એકલા રહી સાધનાના ઉચ્ચશિખરે પહોંચવું, પ્રત્યેક વ્યક્તિ માટે સંભવિત નથી. તેમ છતાં સંઘબદ્ધતા જ સાધનાનો એકમાત્ર વિકલ્પ નથી. સાધક એકલા રહી સાધના કરી શકે છે. એકાંત સાધના માર્ગ કેટલાક અંશે કઠિન હોય છે. વિશિષ્ટ યોગ્યતા હોય તે જ એકલા રહી સાધના કરી શકે છે. શ્રદ્ધા વગેરે આઠ ગુણધારણ કરનાર એકલ વિહાર કરી શકે છે. સૂત્રકારે આ રીતે સંઘબદ્ધતા અને એકલવિહાર બંનેને સ્વીકૃતિ આપી છે.
જૈન ભૂગોળરૂપે મહાવિદેહ ક્ષેત્રગત ૩૨ વિજયનું વર્ણન આ સ્થાનમાં છે. કેવળી સમુદ્દાતના આઠ સમયની અવસ્થાઓનું વિશદ નિરૂપણ આ સ્થાનમાં જોવા મળે છે. અનેક વિષયોની વિવિધતાથી સભર આ સ્થાન ધર્મરુચિને જાળવી રાખે છે અને જ્ઞાનવૃદ્ધિ સાથે આચાર પ્રેરક બને છે.