________________
૨૨૦
શ્રી ઠાણાગ સત્ર-૨
| આઠમું સ્થાન | જે પરિચય
જે જે
પ્રસ્તુત સ્થાનમાં આઠ સંખ્યા સંબંધિત નિરૂપણ છે. ઉદ્દેશક રહિતના આ સ્થાનમાં જીવવિજ્ઞાન, કર્મશાસ્ત્ર, લોકસ્થિતિ, ગણ વ્યવસ્થા, જ્યોતિષ, આયુર્વેદ, ઇતિહાસ, ભૂગોળ વગેરે અનેક વિષય સંકલિત છે. મનુષ્યોની પ્રકૃતિ સમાન હોતી નથી. કોઈ વ્યક્તિ સરળ હોય છે, તો કોઈ વ્યક્તિ માયાચારી હોય છે. જેનો આત્મા પાપ પ્રત્યે ગ્લાનિ અનુભવતો હોય, ધર્મ પ્રત્યે આસ્થાવાન હોય, “કૃત કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે” આ કર્મ સિદ્ધાંત પ્રત્યે વિશ્વાસ હોય, તે માયાચારનું સેવન કરતા નથી અને કદાચ માયાનું સેવન થઈ જાય તો તેમાં તે પ્રસન્ન થતા નથી. માયાના લૌકિક અને લોકોત્તરિક ફળનું ચિંતન કરનાર વ્યક્તિ જ માયાની આલોચના કરે છે. પ્રાયશ્ચિત્ત અને તપકર્મ સ્વીકારી આત્માને શુદ્ધ બનાવે છે. અgઉં ટીર્દિ માયા માથે વ૬ આરોપના... હાર पायच्छित्तं तवोकम्म पडिवज्जेज्जा ।
કર્મ સિદ્ધાંતથી અજ્ઞાત અને માયાના ફળનું ચિંતન ન કરનાર વ્યક્તિ માયા કરીને મનમાં પ્રસન્ન થાય છે. તે પોતાના અહંને પુષ્ટ કરે છે. તે એ પ્રમાણે વિચારે છે કે આલોચના કરવાથી મારી પ્રતિષ્ઠાને ઝાંખપ લાગશે, મારો અપયશ ફેલાશે માટે આલોચના કરતાં નથી. અન્યથી પોતે મહાન છે, તેવી ભાવનાના કારણે તેનામાં વિશેષ અહં જાગૃત થાય છે. અહંનું બીજું નામ મદ છે. પ્રસ્તુત સ્થાનમાં આઠ પ્રકારના મદનું કથન છે. અક્ મથાળT પત્તા | વ્યક્તિ જે જાતિમાં ઉત્પન્ન થાય છે તે જાતિનો તેને મદ થાય છે કે મારી જાતિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. કોઈને બળનો મદ થાય કે હું શક્તિશાળી છું. કોઈને તપનો મદ થાય કે મારા જેવું તપ બીજા કોઈ કરી ન શકે. આ રીતે આઠ પ્રકારના મદના કારણે વ્યક્તિમાં મૃદુતા સમાપ્ત થઈ જાય છે. માયા અને મદ મનુષ્યમાં માનસિક વિકાર ઉત્પન્ન કરે છે. વિકૃત મનવાળી વ્યક્તિ શરીરથી પણ અસ્વસ્થ બની જાય છે. પ્રાયઃ શારીરિક રોગોનું કારણ મનોવિકાર છે. રણમન શરીરને રુણ બનાવે છે. માનસિક વિકાર દૂર થતાં શરીર સ્વસ્થ બની જાય છે. કેટલાક શારીરિક રોગો માનસિક દોષોથી ઉત્પન્ન થાય છે. પ્રાચીનકાળમાં તેની ચિકિત્સા આયુર્વેદ પદ્ધતિથી કરવામાં આવતી હતી. વર્તમાનમાં પણ આયુર્વેદ પદ્ધતિ જીવંત છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિના આઠ અંગ હોય છે. મક્વ આયુવેઇ પણ .. | આ રીતે સૂત્રકારે આઠ સંખ્યામાં તેનું સંકલન કર્યું છે. આ સ્થાનમાં નિમિત્ત જ્ઞાન વગેરે લૌકિક વિષયો પણ સંકલિત છે.
જૈનદર્શનમાં અનેકાંતનો પ્રયોગ માત્ર તત્ત્વવાદના ક્ષેત્રમાં જ નહીં પરંતુ આચાર અને વ્યવસ્થાના