________________
સ્થાન-૭
૨૧૯
ભાવાર્થ :- જીવે સાત સ્થાનેથી નિર્વર્તિત-ઉપાર્જિત પુદ્ગલોનો પાપકર્મરૂપે સંચય કર્યો હતો, કરે છે અને ક૨શે, તે આ પ્રમાણે છે– (૧) નૈરયિક નિર્વર્તિત પુદ્ગલોનો (૨) તિર્યચ્યોનિક નિર્વર્તિત પુદ્ગલોનો (૩) તિર્યંચાણી નિર્વર્તિત પુદ્ગલોનો (૪) મનુષ્ય નિર્વર્તિત પુદ્ગલોનો (૫) મનુષ્યાણી નિર્વર્તિત પુદ્ગલોનો (૬) દેવ નિર્વર્તિત પુદ્ગલોનો (૭) દેવી નિર્વર્તિત પુદ્ગલોનો.
આ રીતે જીવે સાત સ્થાનથી નિર્વર્તિત પુદ્ગલોનો પાપકર્મરૂપે ઉપચય, બંધ, ઉદીરણા, વેદન અને નિર્જરણ કર્યુ હતું, કરે છે અને કરશે.
પુદ્ગલ સ્કંધની અનંતતા :
१४५ सत्तपएसिया खंधा अनंता पण्णत्ता ।
ભાવાર્થ :- સાત પ્રદેશવાળા પુદ્ગલ સ્કંધ અનંત છે.
१४६ सत्तपएसोगाढा पोग्गला जाव सत्तगुणलुक्खा पोग्गला अणंता पण्णत्ता ।
ભાવાર્થ :- સાત પ્રદેશાવગાઢ પુદ્ગલ સ્કંધ અનંત છે. સાત સમયની સ્થિતિવાળા પુદ્ગલ સ્કંધ અનંત છે. સાત ગુણકાળા વર્ણાદિવાળા પુદ્ગલ અનંત છે. તે જ રીતે શેષ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂક્ષ સ્પર્શ પર્યંત સાત ગુણવાળા પુદ્ગલ સ્કંધ અનંત છે.
|| સ્થાન- સંપૂર્ણ ॥