________________
[ ૨૧૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
ભાવાર્થ - જંબૂદ્વીપ નામના દ્વીપમાં સોમનસ નામના વક્ષસ્કાર પર્વત ઉપર સાત ફૂટ છે, તે આ પ્રમાણે છે– (૧) સિદ્ધકૂટ (૨) સોમનસકૂટ (૩) મંગલાવતી કૂટ (૪) દેવકુરુકૂટ (૫) વિમલકૂટ (૯) કાંચન કૂટ (૭) વિશિષ્ટ કૂટ. १४२ जंबुद्दीवे दीवे गंधमायणे वक्खारपव्वए सत्त कूडा पण्णत्ता, तं जहा
सिद्धे य गंधमायण, बोद्धव्वे गंधिलावईकूडे ।
उत्तरकुरु फलिहे, लोहियक्खे आणंदणे चेव ॥१॥ ભાવાર્થ :- જંબૂદ્વીપ નામના દ્વીપમાં ગંધમાદન વક્ષસ્કાર પર્વત પર સાત કૂટ છે, તે આ પ્રમાણે છે(૧) સિદ્ધકૂટ (૨) ગંધમાદન કૂટ (૩) ગંધિલાવતી કૂટ (૪) ઉત્તર ફૂટ (૫) સ્ફટિક ફૂટ (૬) લોહિતાક્ષ કૂટ (૭) આનંદન કૂટ. કુલકોટી - १४३ बेइंदियाणं सत्त जाइ-कुलकोडि-जोणीपमुह-सयसहस्सा पण्णत्ता । ભાવાર્થ :- બેઇન્દ્રિય જાતિની યોનિ પ્રમુખમાં સાત લાખ કુલકોટી કહી છે.
વિવેચન :
બેઇન્દ્રિય જાતિ નામકર્મના ઉદયે સ્પર્શેન્દ્રિય અને જીહેન્દ્રિય પ્રાપ્ત બેઇન્દ્રિય જીવોની બે લાખ યોનિ છે અને સાત લાખ કુલ કોટિ છે.
યોનિ- ઉત્પત્તિ સ્થાન, કલકોટિ- એક વર્ણ, એક આકારવાળા જીવ એક કુળના કહેવાય. તેનાથી ભિન્ન વર્ણ, ભિન્ન આકારવાળા તે જ જાતિના જીવની બીજી કુળકોટિ કહેવાય. એક ઉત્પત્તિ સ્થાનમાં અનેક વર્ણાદિવાળા અનેક કુળ ઉત્પન્ન થઈ શકે છે. જેમ કે– છાણ રૂપ એક યોનિ સ્થાનમાં અનેક પ્રકારના ભિન્ન-ભિન્ન વર્ણ, આકારાદિવાળા કૃમિ ઉત્પન્ન થઈ શકે છે. આ રીતે બેઇન્દ્રિય જીવોની બે લાખ યોનિમાં સાત લાખ કુલકોટિ સંભવે છે. પાપકર્મનો ચય-ઉપચયઃ१४४ जीवा णं सत्तट्ठाणणिव्वत्तिए पोग्गले पावकम्मत्ताए चिणिंसु वा चिणंति वा चिणिस्सति वा,तं जहा- णेरइयणिव्वत्तिए, तिरिक्खजोणिय-णिव्वत्तिए, तिरिक्खजोणिणी-णिव्वत्तिए, मणुस्स-णिव्वत्तिए, मणुस्सी-णिव्वत्तिए, देवणिव्वत्तिए, देवीणिव्वत्तिए । एवं-चिण-उवचिण-बंध-उदीर-वेद तह णिज्जरा चेव ।