________________
શ્રી ઠાણાંગ સત્ર-૨
વૃત્તિકારના મતે અષાઢાચાર્ય અવ્યક્ત મતના સ્થાપક શ્રમણોના આચાર્ય હતા. તેથી અવ્યક્તવાદના આચાર્યરૂપે તેમનો ઉલ્લેખ કર્યો છે.
૨૧૨
•
(૪) સામુચ્છેદિક નિદ્ભવ :- ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૨૦ વર્ષે મિથિલાપુરીમાં સમુચ્છેદવાદની ઉત્પત્તિ થઈ. તેના પ્રવર્તક આચાર્ય અશ્વમિત્ર હતા. જે વસ્તુની ઉત્પત્તિ થાય છે, તે સંપૂર્ણરૂપે નાશ પામે છે અર્થાત્ સમસ્ત વસ્તુ ક્ષણિક છે. આવી માન્યતા ધરાવનાર અમિત્ર અને તેના અનુયાયીને સામુચ્છેદિક નિર્ભવ કહે છે.
એક વખત મિથિલા નગરીમાં આચાર્ય મહાગિરિ પધાર્યા હતા. તેના શિષ્યનું નામ કૌડિન્ય અને પ્રશિષ્યનું નામ અશ્વમિત્ર હતું. તે વિધાનુવાદ પૂર્વની નૈપુણિક વસ્તુનું અધ્યયન કરી રહ્યા હતા. તેમાં છિન્નચ્છેદનય અનુસાર એક સૂત્ર એવું હતું કે પહેલા સમયમાં ઉત્પન્ન થયેલા સર્વ નારકજીવ વિચ્છિન્ન થઈ જાય છે, તે રીતે સર્વ જીવ વિચ્છિન્ન થઈ જાય છે. આ પર્યાયવાદનું પ્રકરણ સાંભળી અશ્વમિત્રના મનમાં શંકા થઈ. તેણે વિચાર્યું કે જો વર્તમાન સમયમાં ઉત્પન્ન સર્વ જીવ વિચ્છિન્ન થઈ જાય તો, સુકૃત-દુષ્કૃત કર્મોનું વેદન કોણ કરશે ? કારણ કે ઉત્પન્ન થયા પછી બધા નાશ પામે છે.
ગુરુએ કહ્યું– વત્સ ! ઋજુસૂત્ર નયની અપેક્ષાએ આ પ્રમાણે કહ્યું છે. સર્વ નૌની અપેક્ષાએ નહીં. નિગ્રંથ પ્રવચન સર્વનય સાપેક્ષ હોય છે. તેથી તું શંકા કરીશ નહી. એક પર્યાયના વિનાશથી વસ્તુનો સર્વથા વિનાશ થતો નથી. ઈત્યાદિ અનેક પ્રકારે આચાર્યે સમજાવ્યા છતાં તેઓ સમજ્યા નહીં ત્યારે આચાર્યે તેમને સંઘ બહાર મૂક્યા.
એકવાર તે પિલ્લપુરમાં આવ્યા. ખંડરક્ષા નામના શ્રાવકે તેમને પકડાવી માર મરાવ્યો. અશ્વમિત્રે કહ્યું તમે શ્રાવક થઈ સાધુને મરાવો છો તે યોગ્ય ન કહેવાય. ખંડરક્ષા શ્રાવકે ઉત્તર આપ્યો કે તમારા મતે શ્રાવક વિચ્છિન્ન થઈ ગયા છે અને જે પ્રવ્રુજિત થયા છે તે પણ વિચ્છિન્ન થઈ ગયા છે. ન હું શ્રાવક છું કે ન તમે સાધુ. તમે તો ચોર છો. તુરંત જ અશ્વમિત્રે ભગવાનના સિદ્ધાંતની યથાર્થતા જાણી લીધી. તેને સમજીને તેઓ સંઘમાં સમ્મિલિત થઈ ગયા.
(૫) નિષ્ક્રિય નિર્ભવ ઃ– ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૨૮ વર્ષે ઉલ્લુકાનીર નગરમાં તિક્રિયાવાદની ઉત્પત્તિ થઈ. તેના પ્રવર્તક આચાર્ય ગંગ હતા.
એક સમયમાં બે ક્રિયાનો અનુભવ થાય છે, આવી માન્યતા ધરાવનાર ગંગાચાર્યના અનુયાયીને વિક્રિય નિર્ભવ કહે છે.
પ્રાચીન કાળમાં ઉલ્લુકા નદીના એક કિનારે એક ગામડું હતું અને બીજા કિનારે ઉત્સુકાતીર નામનું નગર હતું. ત્યાં આચાર્ય મહાગિરિના શિષ્ય આચાર્ય ધનગુપ્ત હતા. તેમના શિષ્યનું નામ ગંગ હતું. તેઓ પણ આચાર્ય હતા. એક વખત તેઓ શરદઋતુમાં પોતાના આચાર્યને વંદન કરવા નીકળ્યા. માર્ગમાં ઉલ્લુકા નદી હતી. તેઓ નદીમાં ઉતર્યા. તેઓના મસ્તકે વાળ ન હતા, ઉપર સૂરજ તપી રહ્યો હતો અને નીચે પાણીમાં ઠંડક હતી. નદી પાર કરતા સમયે માથા ઉપર સૂર્યની ગરમી અને પગમાં ઠંડકનો અનુભવ