________________
સ્થાન- ૭.
૨૧૩
થઈ રહ્યો હતો. તે વિચારવા લાગ્યા– આગમમાં કહ્યું છે કે “એક સમયમાં એક જ ક્રિયાનું વેદન થાય, બે ક્રિયાનું નહીં પરંતુ મને સ્પષ્ટરૂપે એક સાથે બે ક્રિયાઓનું વેદન થઈ રહ્યું છે.”
તે પોતાના આચાર્ય પાસે પહોંચ્યા અને પોતાનો અનુભવ તેઓને સંભળાવ્યો. ગુરુએ કહ્યુંવત્સ ! વસ્તુતઃ એક સમયમાં એક જ ક્રિયાનું વેદના થાય, બે ક્રિયાનું નહીં. સમય અને મનનો ક્રમ અત્યંત સૂક્ષ્મ છે. છદ્મસ્થને સમયાંતરનો ખ્યાલ આવતો નથી. બે ક્રિયા સાથે થઈ શકે છે પણ બે ક્રિયામાં ઉપયોગ સાથે હોતો નથી તેથી તેનો અનુભવ સાથે થતો નથી. અનુભવ સમયાંતરે જ થાય છે. ગુરુના સમજાવવા છતાં તે સમજ્યા નહીં. ત્યારે તેઓએ ગંગને સંઘ બહાર મૂક્યા.
સંઘ બહાર રહીને ક્રિક્રિયાવાદનો પ્રચાર ચાલુ રાખ્યો અને તેમના અનુયાયી એક ક્ષણમાં એક સાથે બે ક્રિયાનું વેદન માનતા હતા.
એકવાર ગંગાચાર્યે રાજગૃહનગરીના મણિનાગ યક્ષના ચૈત્યમાં બિરાજમાન થઈ પ્રવચનમાં ક્રિક્રિયા વેદનનું નિરૂપણ કર્યું. યક્ષે ગંગને ઉપાલંભ આપ્યો. તે સાધુ! આ જ ક્ષેત્રમાં પ્રભુ મહાવીરે એક સમયમાં એક જ ક્રિયાના વેદનની પ્રરૂપણા કરી છે અને તું તેનાથી વિપરીત પ્રરૂપણા કરે છે? શું તું પ્રભુથી વિશેષજ્ઞાની છો? યક્ષની વાત સાંભળીને સાધુને ક્ષોભ થયો ત્યારે તેણે મિથ્યામતને છોડી દીધો અને તેમને સંઘમાં સમ્મિલિત કરવામાં આવ્યા. (૬) વૈરાશિક નિહ:- ભગવાન મહાવીરના નિર્વાણ પછી પ૪૪ વર્ષે અંતરંજિકા નગરીમાં બૈરાશિક મતનું પ્રવર્તન થયું. તેના પ્રવર્તક રોહગુપ્ત (ષડુલૂક) હતા.
જીવ, અજીવ, નોજીવ નોઅજીવ, આ પ્રકારની ત્રણ રાશિ માનનાર, રોહગુપ્તના અનુયાયી ત્રરાશિક નિદ્ધવ કહેવાય છે.
એક વખત અંતરંજિકા નગરીમાં આચાર્ય શ્રીગુપ્ત પધાર્યા હતા. તેના સંસાર પક્ષના ભાણેજ રોહગુપ્ત નામે શિષ્ય હતા. એકવાર તેણે પોટ્ટશાલ નામના પરિવ્રાજકની સાથે વાદ કરવાનું નિશ્ચિત કર્યું અને ગુરુને તે વાત કરી. આચાર્ય કહે– વત્સ! તે આ બરાબર કર્યું નથી. તે પરિવ્રાજક સાત વિદ્યાઓમાં પારંગત છે. તે તારાથી બળવાનું છે. રોહગુણે પૂછ્યું, ગુરુદેવ! હવે શું કરવું? આચાર્ય કહે વત્સ ! હવે ડરવાની જરૂર નથી. હું તેની પ્રતિપક્ષી સાત વિદ્યા શીખવું છું. તું યથાસમયે તેનો ઉપયોગ કરજે. આચાર્યે તેને પ્રતિપક્ષી સાત વિદ્યાઓ શીખવી.
(૧) વૃશ્ચિક વિદ્યા સામે માધુરી વિદ્યા (૨) સર્પ વિદ્યા સામે નાકુલી વિદ્યા (૩) મૂષક વિદ્યા સામે બીડલી વિદ્યા (૪) મૃગી વિદ્યા સામે વ્યાધી વિદ્યા (૫) વરાહી વિદ્યા સામે સિંહી વિધા (૬) કાક વિદ્યા સામે ઉલૂક (ઘુવડ) વિદ્યા (૭) પોતાની વિદ્યા સામે ઉલાવડી વિદ્યા.
તે ઉપરાંત આચાર્યે રજોહરણને મંત્રિત કરી તેને આપ્યો અને કહ્યું- “યથોચિત સમયે આ સાત વિધાઓનો પ્રયોગ કરીને પરિવ્રાજકને પરાજિત કરજે અને તેનાથી વિશેષ જરૂર પડે ત્યારે આ રજોહરણ ફેરવજે. પરિવ્રાજક તને પરાજિત કરી શકશે નહીં.”