________________
૨૧૦ |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
આહારને કારણે તેઓ રોગથી ઘેરાઈ ગયા, પિત્ત જ્વરથી તેઓનું શરીર બળવા લાગ્યું. બેસવામાં અસમર્થ થવાથી પોતાના સાધુઓને કહ્યું – શ્રમણો ! સંથારો પાથરો, પથારી કરો.”સાધુઓ સંથારો પાથરવા લાગ્યા. વેદના અસહ્ય થતાં સાધુઓને ફરીથી પૂછ્યું– પથારી પથરાઈ ગઈ? જવાબ મળ્યો- હજી પથારી પથરાઈ નથી પરંતુ પાથરી રહ્યા છીએ. તીવ્ર વેદના અને મિથ્યાત્વ મોહનીયના ઉદયપ્રભાવે તે વિચારવા લાગ્યા કે ભગવાન “ક્રિયમાણને કત” કહે છે. ભગવાનનો આ સિદ્ધાંત મિથ્યા છે. હું પ્રત્યક્ષ જોઈ રહ્યો છું કે પથારી પથરાઈ રહી છે તો તેને પથરાઈ ગઈ એમ કેમ કહી શકાય? આ ઘટનાને આધારે તેઓએ નિર્ણય કર્યો કે ક્રિયમાણને કત ન કહેવાય, કારણ કે કાર્યની સમાપ્તિ અંતિમ ક્ષણે થાય છે. તેની પહેલા તે “કૃત” કહેવાય નહીં. તેઓએ પોતાના સાધુઓને બોલાવીને કહ્યું– ભગવાન મહાવીરના સિદ્ધાંત કરાતું કર્યું, ચાલતું ચાલ્યું” વગેરે મિથ્યા છે. આ પ્રત્યક્ષ જુઓ કે તમે પથારી કરી રહ્યા છો પરંતુ પથારી પથરાઈ ગઈ નથી. તે સસ્તીર્યમાણ છે, સંસ્કૃત નથી. માટે કાર્ય પૂર્ણ થાય ત્યારે જ પૂર્ણ કહેવું જોઈએ.
જમાલી જીવનના અંત સુધી પોતાના મતનો- બહુરતવાદનો પ્રચાર કરતા રહ્યા. જેમાલીનું વિસ્તૃત વર્ણન ભગવતી સૂત્રના નવમાં શતકમાં છે. (૨) જીવપ્રાદેશિક નિહ૦ - ભગવાન મહાવીરની કેવલજ્ઞાન પ્રાપ્તિને ૧૬ વર્ષ થયા પછી ઋષભપુરમાં જીવ પ્રાદેશિકવાદ નામના નિતવની ઉત્પત્તિ થઈ. જીવના ચરમ (અંતિમ) પ્રદેશમાં જ જીવત્વની પ્રરૂપણા કરનાર તિષ્યગુપ્તાચાર્યના અનુયાયીઓ જીવપ્રાદેશિક નિતંવ કહેવાય છે.
ચૌદપૂર્વના જ્ઞાતા આચાર્ય વસુ પાસે તેમના શિષ્ય તિષ્યગુપ્ત આત્મપ્રવાદ પૂર્વ શીખતા હતા. તેમાં ભગવાન મહાવીર અને ગૌતમનો સંવાદ આવ્યો. ગૌતમે પૂછ્યું– ભગવન્! શું જીવના એક પ્રદેશને જીવ કહી શકાય છે?” ભગવાને કહ્યું ના. ગૌતમે ફરી પૂછ્યું- “ભગવન્! શું બે, ત્રણ આદિ સંખ્યાત, અસંખ્યાત પ્રદેશને જીવ કહી શકાય છે.” ભગવાને કહ્યું– “નહીં. અખંડ ચૈતન્ય દ્રવ્યમાં એક પ્રદેશ પણ ઓછો હોય તો તેને જીવ કહી શકાય નહીં.”
ભગવાનનો આ જવાબ સાંભળી તિષ્યગુપ્તના મનમાં શંકા ઉત્પન્ન થઈ. અંતિમ પ્રદેશ વિના શેષ પ્રદેશ જીવ નથી. અંતિમ પ્રદેશ યુક્ત હોય તો જ જીવ જીવ કહેવાય છે માટે અંતિમ પ્રદેશ જ જીવ છે. આચાર્ય વસુએ તેમને ખૂબ સમજાવ્યા પરંતુ તેણે પોતાનો આગ્રહ છોડ્યો નહીં, ત્યારે તેને સંઘથી અલગ કર્યા.
તિષ્યગુપ્ત પોતાની માન્યતાનો પ્રચાર કરતા આમલકલ્પા નગરીમાં પહોંચ્યા. ત્યાં મિત્રશ્રી નામના શ્રમણોપાસક રહેતા હતા. અન્ય લોકો સાથે તેઓ ધર્મોપદેશ સાંભળવા ગયા. તિષ્યગુણે પોતાની માન્યતાની રજૂઆત કરી. મિત્રશ્રીએ જાણી લીધું કે આ સાધુ મિથ્યા પ્રરૂપણા કરી રહ્યા છે. એક દિવસ તિષ્યગુપ્ત ભિક્ષા માટે મિત્રશ્રીના ઘેર ગયા. ત્યારે મિત્રશ્રીએ અનેક પ્રકારના ભોજ્ય પદાર્થ તેમની સામે રાખ્યા અને તે પદાર્થનો અંતિમ– છેલ્લો છેલ્લો અંશ તોડીને તેને આપવા લાગ્યા.
આ રીતે તેણે ચોખાનો એક કણ, ઘાસનું એક તણખલું અને વસ્ત્રના છેડાનો એક તાર કાઢી તેને આપ્યા. તિષ્યગુપ્ત વિચારતા હતા કે ભોજ્ય સામગ્રી પછી આપશે પરંતુ મિત્રશ્રી તેમના ચરણોમાં વંદન કરી બોલ્યા- “અહો ! હું પુણ્યશાળી છું કે આપ જેવા ગુરુજન મારે ત્યાં પધાર્યા.” આ સાંભળતા જ