SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન- ૭ ૨૦૯ ] १३२ एएसि णं सत्तण्हं पवयणणिण्हगाणं सत्त धम्मायरिया होत्था, तं जहाजमाली, तीसगुत्ते, आसाढे, आसमित्ते, गंगे, छलुए, गोट्ठामाहिले । ભાવાર્થ:સાત પ્રવચન નિહ્નવોના સાત ધર્માચાર્ય થયા, તે આ પ્રમાણે છે– (૧) જમાલી (૨) તિષ્યગુપ્ત (૩) આષાઢ (૪) અશ્વમિત્ર (૫) ગંગ (૬) પડુલૂક (૩) ગોષ્ઠા માહિલ. १३३ एएसि णं सत्तण्हं पवयणणिण्हगाणं सत्तउप्पत्तिणगरा होत्था, तं जहा सावत्थी उसभपुरं, सेयविया मिहिल उल्लगातीरं । पुरिमंतरंजि दसपुरं, णिण्हगउप्पत्तिणगराइं ॥१॥ ભાવાર્થ:- આ સાત પ્રવચન નિદ્વવોની ઉત્પત્તિ સાત નગરમાં થઈ છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રાવસ્તી (૨) ઋષભપુર (૩) શ્વેતાંબિકા (૪) મિથિલા (૫) ઉલ્લકાતીર (૬) પૂરિમંતરંજિકા (૭) દશપુર. વિવેચન : ભગવાન મહાવીરના સમયે અને તેઓના નિર્વાણ પછી ભગવાન મહાવીરની પરંપરામાં કેટલાક સૈદ્ધાંતિક વિષયમાં મત-ભેદ થયા. વિચારના આમૂલચૂલ પરિવર્તનના કારણે કેટલાક સાધુઓએ અન્ય ધર્મનો સ્વીકાર કર્યો, તેનો અહીં ઉલ્લેખ નથી. અહીં તે સાધુઓનો ઉલ્લેખ છે કે જેઓને કોઈ એક વિષયમાં, ભગવાનની પરંપરાથી મતભેદ થયો હોય અને વર્તમાન શાસનમાંથી અલગ થઈ ગયા હોય, પરંતુ અન્ય ધર્મનો સ્વીકાર કર્યો ન હોય. તેથી તેઓ અન્યધર્મી ન કહેવાયા પરંતુ જિનશાસનના નિહ્નવ કહેવાયા. frદ - નિલંવ. પ્રસ્તુતમાં પ્રવચન નિદ્વવ' શબ્દનો પ્રયોગ કર્યો છે. તેનો અર્થ છે– જિનપ્રવચનના કોઈ એક વિષયનો અપલાપ-નિષેધ કરનાર. આરિદ્વવોનો ઉત્પત્તિકાળ ભગવાન મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્તિના ચૌદમાં વર્ષથી લઈને તેઓના નિર્વાણ પછી ૫૮૪ વર્ષ સુધીનો છે. (૧) પ્રથમ નિહવ બહુરત વાદ - ભગવાન મહાવીરની કૈવલ્ય પ્રાપ્તિને ૧૪ વર્ષ વીત્યા પછી શ્રાવસ્તી નગરીમાં જમાલીએ બહુરતવાદની ઉત્પત્તિ કરી. તેઓની માન્યતા અનુસાર કોઈપણ કાર્ય ઘણા સમયે નિષ્પન્ન થાય છે. એક સમયમાં કાર્ય નિષ્પન્ન થતું નથી. ઘણા સમયે કાર્ય નિષ્પન્ન થાય, તેવા સિદ્ધાંતમાં જે રત-રક્ત છે તેને બહુરત નિહ્નવ કહે છે. જમાલી કુડપુર નગરના નિવાસી હતા. તેમની માતા સુદર્શન અને પત્ની પ્રિયદર્શના હતી. તેણે ૫00 પુરુષ સાથે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી. તેની સાથે તેની પત્નીએ પણ એક હજાર સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી. જમાલી અગિયાર અંગના જ્ઞાતા થયા. તેઓ વિવિધ તપસ્યા કરતા, ગ્રામાનુગ્રામ વિહાર કરતા એકદા પાંચસો સાધુઓ સાથે શ્રાવસ્તી નગરીમાં પહોંચ્યા. ઘોર તપશ્ચરણ તથા પારણામાં લુખા–સૂકા
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy